Vadodara: છાણી સ્થિત કાઠિયાવાડી ભોજનાલયમાં લોટ દળવાની ઘંટીમાં બિલાડીએ મોંઢું માર્યું, ગ્રાહકે વીડિયો ઉતારી વાયરલ કર્યો

છાણી સ્થિત 'જય સ્વામિનારાયણ કાઠિયાવાડી ભોજનાલય'માં સ્વચ્છતાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. એક ગ્રાહક દ્વારા લોટની ઘંટીમાં બિલાડીને લોટ ખાતી શૂટ કરાયેલો વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય સંબંધિત જોખમો અંગે ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 10 Sep 2026 09:59 PM (IST)Updated: Thu, 10 Sep 2026 10:00 PM (IST)
vadodara-cat-caught-eating-from-flour-mill-at-chhani-hotel-video-goes-viral
HIGHLIGHTS
  • ફૂડમાં જીવાત મળવાનો વીડિયો વાયરલ થયા બાદ અલકાપુરીનું 'ટ્રિનિટી કાફે' સીલ

Vadodara: શહેરના છાણી વિસ્તારમાં આવેલ જાણીતા 'જય સ્વામિનારાયણ કાઠિયાવાડી ભોજનાલય'માં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભોજનાલયમાં લોટ દળવાની ઘંટીમાંથી બિલાડી લોટ ખાતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગ્રાહકો અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાઠિયાવાડી ભોજનાલયમાં આવેલ એક જાગૃત ગ્રાહકની નજર લોટની ઘંટી પર પડી હતી, જ્યાં એક બિલાડી આરામથી ઘંટીની અંદર મોઢું મારીને લોટ ખાઈ રહી હતી. ગ્રાહકે તુરંત જ આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું.

સૂઈગામ પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથઃ મૃતક યુવકના પરિવારજનોના હોબાળા બાદ NHRCની ગાઈડલાઈન મુજબ તપાસ શરૂ

ગ્રાહકોનો આરોપ છે કે, ભોજનાલયના માલિકો માત્ર કમાણી કરવામાં મસ્ત છે અને સ્વચ્છતા તેમજ આરોગ્યના પ્રાથમિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. જે લોટમાંથી ગ્રાહકોને રોટલી કે ભાખરી પીરસવામાં આવે છે, તે જ લોટમાં બિલાડી મોઢું મારતી હોય તો નાગરિકોના સ્વાસ્થ્ય સામે કેટલું મોટું જોખમ ઊભું થાય તે વિચારવા જેવો વિષય છે.

આ ઘટના સામે આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નબળી કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા સમયાંતરે કરવામાં આવતું ચેકિંગ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું છે. જો યોગ્ય તપામ કરવામાં આવતી હોત તો આવી અસ્વચ્છતા જોવા ન મળત.

હાલમાં સ્થાનિક નાગરિકો અને ગ્રાહકો માંગ કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ માત્ર નોટિસ આપીને સંતોષ ન માને, પરંતુ આ ભોજનાલયને તાત્કાલિક સીલ કરે અથવા ભારે દંડ ફટકારે. જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા બેદરકાર સંચાલકો સામે દાખલારૂપ અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.


ફૂડમાં જીવાત મળતા અલકાપુરીનું 'ટ્રિનિટી કાફે' સીલ


વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલું લોકપ્રિય 'ટ્રિનિટી કાફે' વિવાદોમાં ઘેરાયા બાદ ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખનો ભોગ બન્યું છે. કાફેમાં પીરસવામાં આવતા સાઉથ ઇન્ડિયન ફૂડમાંથી માખી અને જીવાત નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો હતો. આ ગંભીર બાબત સામે આવતાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી અને હેલ્થ વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને સહેજ પણ વિલંબ કર્યા વગર કાફે પર અચાનક દરોડા પાડ્યા હતા.

naidunia_image

વાયરલ વીડિયોના આધારે ફૂડ સેફ્ટી વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કાફેના રસોડાની હાલત અત્યંત બેદરકારીભરી જણાઈ હતી. રસોડામાંથી મોટા પ્રમાણમાં બગડેલા અને સડેલા બટાકા મળી આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરી હતી અને આ નકામા બટાકાનો સ્થળ પર જ નાશ કરાવીને નિકાલ કર્યો હતો.

આ ઉપરાંત ખાધ્ય સામગ્રીમાં વપરાતા બનની ગુણવત્તા પણ શંકાસ્પદ જણાતા સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના પ્રાથમિક પુરાવા મળતા VMC દ્વારા આ કાફેને તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવ્યું છે અને સંચાલકોને કારણ દર્શાવક નોટિસ ફટકારવામાં આવી છે.