Surat: સુરત મહાનગર પાલિકા (SMC)ના ફૂડ સેફ્ટી ઑફિસરો દ્વારા આજે ઘારી વિક્રેતાઓના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઑફિસરોની અલગ-અલગ ટીમ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ત્રાટકી હતી અને ઘારીના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
આ અંગે ફૂડ સેફ્ટી ઑફિસર એચજી ગોહિલે જણાવ્યું કે, ચંદી પડવાના તહેવાર નિમિત્તે શહેરમાં ઘારીના વિક્રેતા તેમજ ઉત્પાદકોને ત્યાંથી નમૂના લઈને પૃથુકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અનેક ઠેકાણે ફૂડ સેફ્ટો ઑન વ્હીલ દ્વારા સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, આગામી સમયમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર નિમિત્તે કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થતું હોય છે. જેને લઈને જ આજે ફૂડ સેફ્ટી ઑફિસરો દ્વારા ઘારીના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
