PM Modi In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે વડોદરામાં 'સરદારધામ-3' સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજ દ્વારા તેમને ‘સરદાર ગૌરવ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ તેમના સંબોધનમાં વૈશ્વિક કટોકટી વચ્ચે દેશવાસીઓને નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવવા અને સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ માટે આહવાન કર્યું હતું.
વૈશ્વિક સંકટ અને જનભાગીદારીની શક્તિ
વડાપ્રધાને જણાવ્યું કે, દુનિયા હાલ અસ્થિર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કોરોના મહામારી બાદ હવે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ આ દશકની સૌથી મોટી સમસ્યા બની છે. આ સંકટોની અસર ભારત પર પણ પડી રહી છે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે જ્યારે ક્યાંય પણ વાસ્તવિક બદલાવ આવે છે, તે સમાજની સામૂહિક તાકાતથી જ શક્ય બને છે. સરકારે પ્રયાસો કર્યા છે કે દેશ પર તેની ઓછી અસર થાય, પરંતુ હવે સમય છે કે દરેક નાગરિક જનભાગીદારી દ્વારા પોતાનું દાયિત્વ નિભાવે.
VIDEO | Vadodara, Gujarat: PM Narendra Modi (@narendramodi) says, "Today, I am reiterating my appeal in Gujarat as well, and I say this with a sense of right over you. I urge every citizen of the country to reduce the use of petrol and diesel, use the metro, electric buses and… pic.twitter.com/BNuIA0rOUk
— Press Trust of India (@PTI_News) May 11, 2026
ઈંધણ બચાવવા પીએમની 'હક' સાથે અપીલ
ક્રૂડ ઓઈલની આયાત પર ભારતની નિર્ભરતા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ દેશવાસીઓને વિનંતી કરી હતી:
- જ્યાં શક્ય હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો.
- મેટ્રો, ઈલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રાથમિકતા આપો.
- ઓફિસોમાં વર્ચ્યુઅલ મીટિંગ અને 'વર્ક ફ્રોમ હોમ' તેમજ શાળાઓમાં ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા અપનાવવા અપીલ કરી.
સોમનાથના 75 વર્ષ અને સરદાર પટેલનો સંકલ્પ
પીએમ મોદીએ યાદ અપાવ્યું કે આજે સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથનો પુનરોદ્ધાર સરદાર પટેલના સંકલ્પનું પરિણામ હતું. આ જ પવિત્ર દિવસે વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ થવું એ ગૌરવની વાત છે. તેમણે શિક્ષણ અને દીકરીઓની સમાન ભાગીદારીને સમાજની પ્રગતિ માટે અનિવાર્ય ગણાવી હતી.
વડાપ્રધાને ભાવુકતા સાથે કહ્યું કે તમારી વચ્ચે આવીને મને ઘરમાં આવ્યો હોઉં તેવો અનુભવ થાય છે અને સમાજની સેવામાં હું હંમેશા તમારી સાથે ખભેખભો મિલાવીને ઊભો રહીશ.
