લોકલ ડેસ્કઃ વડોદરાના પાદરામાં હિન્દુ નામ ધારણ કરીને સગીરાને પ્રેમ જાળમાં ફસાયા બાદ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચારનાર હવસખોર વિધર્મી પરિણીત યુવાનની પાદરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાદરામાં લવ જેહાદના બનેલા બનાવે ભારે ચકચાર મચાવી મૂકી છે.
પાદરા નગરમાં ઝંડા બજારમાં રહેતા વિધર્મી પરિણીત યુવક સાહિલ સલીમ વોરાએ વડોદરાની મ્યુઝીક કોલેજમાં સંગીતનો અભ્યાસ કરતી સગીરાને વિકી નામ ધારણ કરીને હેલી (નામ બદલ્યું છે)ને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. હેલીને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર પાદરા નજીક આવેલ દરાપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઇવે પાસે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો.
પાદરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર હેલી 10 માસ પહેલાં પાદરા ખાતે રહેતી બહેનપણી કોમલ(નામ બદલ્યું છે)ને મળવામાં માટે તેના ઘરે ગઈ હતી. તે દરમિયાન હવસખોર પરિણીત યુવક સાહિલ સલીમ વોરા કોમલ સાથે હોવાથી હેલી અને સાહિલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ હવસખોર સાહિલે કોમલ પાસેથી હેલીનો મોબાઇલ નંબર મેળવી હેલીને અવારનવાર ફોન કરી પોતાનું નામ વિક્કી હોવાનું જાણાવી મિત્રતા કેળવી ત્યાર બાદ હવસખોર સાહિલે લગ્ન કરવાની લાલચ આપી હેલીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુસ્કર્મ આચરતો હતો.
જોકે મુસ્લિમ સમાજનો તહેવાર હોવાથી વિક્કી નામ આપીને સગીરાને પોતાની હવસનો શિકાર બનાવનાર સાહિલને હેલીએ મુસ્લિમ પોશાકમાં જોતા ચોકી ઉઠી હતી અને હેલીએ તે દિવસે સાહિલને ફોન કરવાનું ટાળ્યું હતું. જોકે બીજા દિવસે હેલીએ સાહિલને ફોન કરીને પૂછ્યું હતું કે તું મુસ્લિમ છે ત્યારે સાહિલે જવાબ આપ્યો હતો કે હવે તને ખબર પડી જ ગઈ છે તો શા માટે પૂછે છે. જેથી વિક્કી જ સાહિલ છે અને તે મુસ્લિમ હોવાનું હેલીને ખબર પડી જતા હેલીએ સાહિલને આપણા બંને વચ્ચેના પ્રેમ સંબંધ રહેશે નહીં અને તું તારા રસ્તે અને હું મારા રસ્તે મને હેરાન કરીશ નહીં મારી સાથે વાત કરીશ નહીં તેમ જાણાવી સાહિલ સાથે ના સબંધ કાપી નાખ્યા હતા.
જોકે ત્યાર બાદ પણ સાહિલે સગીરા હેલીનો પીછો છોડ્યો ન હતો અને મિતલને છેલ્લી વખત મળવાના નામે બોલાવી ધરાપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલા નવીન હાઈવે પાસે લઈ ગયો હતો અને ત્યાં હેલીને લગ્નની લાલચ આપીને પ્રેમ સંબંધ રાખવા માટે મજબૂર કરવા પ્રયાસ કર્યો હતો. તે વખતે સાહિલે હેલીને હું પરણિત છું અને મારે સંતાનો પણ છે પરંતુ હું તને પ્રેમ કરું છું તું મારી સાથે સંબંધ રાખ તેમ જાણવતા હેલી હવસખોર સાહિલના તાબ ના આવતા ઉશ્કેરાઈ ગયેલ સાહિલે હેલીને ઢોર માર માર્યો હતો. તે સમયે પસાર થઈ રહેલા લોકોએ સાહિલના મારથી હેલી ને બચાવી હતી.
આ દરમિયાન સાહિલે હેલીને જણાવ્યું હતું કે, જો તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધે નહીં તો હું તને અને તારા પરિવાર ને જાનથી મારી નાખીશ અને તારી ઈજ્જતના ધજાગરા ઉડાડી દઈશ. જેથી હેલીએ સમગ્ર બાબતની જાણ વિધવા માતા અને ભાઈને કરતા પાદરા પોલીસ મથકમાં હિન્દુ નામ વિકી ધારણ કરીને પોતાની પ્રેમની જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને દુસ્કર્મ આચારનાર સાહિલ સલીમ વોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પાદરા પોલીસ મથકના પી.આઈ એલ બી તડવીએ હવસખોર સાહિલ વોરા વિરુદ્ધ દુષ્કર્મ, પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હવસખોર સાહિલને ગણતરીના કલાકોમાં ઝડપી પડી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ એસટીએસસી સેલના ડીવાયએસપી બી એચ ચાવડાને સોંપવામાં આવી હતી.
