Ganesh Visarjan 2026: વડોદરામાં ક્યાં કરશો ગણેશજીની મૂર્તિનું વિસર્જન? જાણો સંપૂર્ણ યાદી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં કુલ 12 જેટલા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 25 Sep 2026 09:29 AM (IST)Updated: Fri, 25 Sep 2026 09:29 AM (IST)
ganesh-festival-2026-vadodara-visarjan-places-anant-chaturdashi-choghadiya-muhurat
Vadodara Ganesh Visarjan Places

Ganesh Festival 2026: ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશોત્સવનું આજે 25 સપ્ટેમ્બર, શુક્રવાર અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે. આજે રાજ્યભરમાં ભક્તો ગણેજીને વિદાય આપશે. વડોદરા શહેરમાં પણ નાગરિકો સુરક્ષિત રીતે ગણેશ વિસર્જન કરી શકે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર કૃત્રિમ તળાવો અને વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. જુઓ વડોદરાના ઝોન વાઈઝ વિસર્જન સ્થળ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિની સંપૂર્ણ વિગતો.

વડોદરામાં કયા સ્થળ પર કરશો ગણેશ વિસર્જન

ગણેશ વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં કુલ 12 જેટલા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

પૂર્વ ઝોન

  • લેપ્રસી ગ્રાઉન્ડ, સરદાર એસ્ટેટ પાસે
  • કિશનવાડી, UPHC વાળો પ્લોટ
  • હરણી કુંડ

પશ્ચિમ ઝોન

  • ભાયલી પ્રિયા સિનેમા બાજુમાં
  • દશામા તળાવ, ગોરવા
  • બીલી કૃત્રિમ તળાવ

ઉત્તર ઝોન

  • હરણી-સમા કૃત્રિમ તળાવ
  • નવલખી કૃત્રિમ તળાવ

દક્ષિણ ઝોન

  • SSV-2 ની સામે, સોમા તળાવ રિંગરોડ
  • માંજલપુર સ્મશાન પાસેનો પ્લોટ
  • તરસાલી સર્કલ, દિવાળીપુરાના મકાનો પાસે (5 ફૂટની મૂર્તિ માટે)
  • મકરપુરા ગામ પાસે (5 ફૂટની મૂર્તિ માટે)

ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત (ચોઘડિયા મુજબ)

ગણેશજીની મૂર્તિનું વિસર્જન ચોઘડિયા મુજબ નીચે દર્શાવેલ શુભ મુહૂર્તમાં કરી શકાશે:

  • ચલ: સવારે 6:28 વાગ્યાથી 7:59 વાગ્યા સુધી
  • શુભ: બપોરે 1:34 વાગ્યાથી 2:05 વાગ્યા સુધી
  • ચલ: સાંજે 5:08 વાગ્યાથી 6:39 વાગ્યા સુધી
  • લાભ: સાંજે 7:59 વાગ્યાથી 9:31 વાગ્યા સુધી
  • અમૃત: રાત્રે 9:31 વાગ્યાથી 11:02 વાગ્યા સુધી

ગણેશ પૂજા અને વિસર્જન દરમિયાન શું ધ્યાન રાખવું?

ગણેશ પૂજા અને વિસર્જન દરમિયાન નીચે મુજબની બાબતોનું વિશેષ ધ્યાન રાખવું:

ગણપતિ બાપ્પાને 21 દુર્વા અર્પણ કરો.

ગણેશોત્સવ દરમિયાન જાણતા-અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગો.

6 ખાસ મંત્રોનો 108 વાર જાપ કરો: ૐ મોદાય નમઃ, ૐ પ્રમોદાય નમઃ, ૐ સુમુખાય નમઃ, ૐ દુર્મુખાય નમઃ, ૐ અવિત્યનાય નમઃ અને ૐ વિઘ્નાકરો નમઃ

મહામંત્રનો જાપ: 'વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા'