કિશન પ્રજાપતિ, વડોદરા.
દેશના જાણિતા અને સૌથી ધનિક અંબાણી પરિવારને આંગણે રૂડો અવસર યોજાયો છે. ગત 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાયા છે. જેમાં દેશ-વિદેશની સેલેબ્રિટી ઉમટી હતી. આ લગ્ન પહેલાં ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની ગરબા ક્વિન કિંજલ દવેના સૂરે આખા અંબાણી પરિવાર સહિત સેલેબ્સ ગરબે ઘૂમ્યા હતાં. કિંજલ દવેના આ પર્ફોમન્સમાં તેમણે પહેરેલું ચંદેરી સિલ્કમાંથી બનેલા લાખેણાં આઉટફિટે સૌકોઈનું ધ્યાન આકર્ષ્યું હતું. ત્યારે અંબાણી પરિવારના ગરબમાં પર્ફોમ કરનાર કિંજલ દવેના આઉટફિટ ડિઝાઈન કરીને તૈયાર કરનાર ફેશન ડિઝાઈનર અન્નુ પટેલ સાથે ગુજરાતી જાગરણે ખાસ વાતચીત કરી હતી. જે અહીં રજૂ કરીએ છીએ.
આ આઉટફિટમાં હેન્ડ વર્ક અને પેચ વર્ક કર્યું છે
ફેશન ડિઝાઈનર અન્નુ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું કે, કિંજલ દવે અંબાણી પરિવારમાં ગરબા નાઈટમાં પર્ફોમ કરવાના હતા એટલે મેં આઉટફિટ ખાસ ડિઝાઈન કર્યું હતું. કિંજલ દવેએ કેરી કરેલા આઉટફિટમાં ચંદેરી સિલ્ક માંથી બનાવ્યું છે. તેમાં બનારસી અને કલંકારી પેચ વર્ક કર્યું છે. આ સિવાય તેમાં જ્વેલરી પેચીસ વર્ક પણ કર્યું છે. આમ આ આઉટફિટમાં હેન્ડ વર્ક અને પેચ વર્ક કરેલું છે.
આ પણ વાંચો
આ આઉટફિટની કિંમત 1,90,000 રૂપિયા છે
ફેશન ડિઝાઈનર અન્નુ પટેલે વધુમાં જણાવ્યું કે, કિંજલ દવેએ કરી કરેલાં આઉટફિટમાં 16 કારીગરોને એક ચણિયો બનાવતા 22 દિવસનો સમય લાગ્યો હતો. આ ચણિયાનો ઘેર 8થી 9 મીટરનો છે અને તેના પર વિન્ટેજ વર્ક કરવમાં આવ્યું છે. આ આઉટફિટની કિંમત 1,90,000 રૂપિયા છે. આ આઉટફિટની સૌથી ખાસ વાત એ છે કે, હવે ફરીથી આવું જ કોપી આઉટફિટ બની શકે નહીં, કોઈ બીજીવાર બનાવે તો આનું સિમિલર બની શકે પણ આવું એકદમ સેમ તો ના બની શકે.
કિંજલ દવેએ વીડિયો પોસ્ટ કરી ડિઝાઈનર અન્નુ પટેલનો આભાર માન્યો
કિંજલ દવેએ અન્નુ પટેલે ડિઝાઈન કરેલાં આઉટફિટમાં વીડિયો શેર કરીને લખ્યું કે, મારા જીવનની દરેક ખાસ પળને સ્પેશિયલ બનાવવા માટે @annupatel તમારો ખુબ ખુબ આભાર. આટલા પ્રેમથી મારા આઉટફિટ બનાવવા અને હંમેશા મને કંઈક વિશેષ અને નવું આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર; તમે મારા માટે તૈયાર કરેલી તમામ ડિઝાઇન મારા દિલની ખૂબ નજીક છે. તમે મારી બધી કિંમતી પળ અને ઇવેન્ટનો ખુબ મોટો હિસ્સો રહ્યા છો. મારા બધા લુક્સ પર આટલી મહેનત કરવા બદલ @annu_patel1402 નો ખૂબ ખૂબ આભાર.
