Vadodara: બોડેલી ખાતે PM મોદીના કાર્યક્રમને લઇ વહીવટીતંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો, પોલીસ વિભાગે PMની સુરક્ષા સલામતી-વ્યવસ્થાની કડક વ્યવસ્થા

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 26 Sep 2023 06:29 PM (IST)Updated: Tue, 26 Sep 2023 06:29 PM (IST)
administration-finalizes-preparations-for-pm-narendra-modis-event-at-bodeli-police-department-tightens-security-arrangements-for-pm

Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે થી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. PM મોદી આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે અને આવતીકાલે છોટાઉદેપુરના બોડેલી ખાતે કુલ રૂપિયા 5206 કરોડના પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

આ ઉપરાંત જનસભાને સંબોધશે. આ માટે બોડેલી વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ પોલીસ વિભાગ દ્વારા વડા પ્રધાનની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. આ સાથે ડોગ સ્કોર્ડ, બોમ સ્કોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

naidunia_image

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 27મી સપ્ટેબરના રોજ પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત સાથે જનસભાનું સંબોધન કરવાના હોય વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર એ તડામાર તૈયારીઓ કરી છે. આ સાથે 2500 જેટલા શિક્ષકોને પણ કામે લગાડ્યાં છે.

naidunia_image

બાજી બાજુ પોલીસ વિભાગ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા સલામતી અને વ્યવસ્થાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. તેમા એસ.પી 5, ડીવાયએસપી 14, પીઆઇ 124 અને પીએસઆઈ તેમજ 1700 પોલીસ કોન્સ્ટેબલને ગોઠવવામાં આવ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.