Arvind Kejriwal: આપના સંયોજક કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવત માન મોડાસા-ડેડિયાપાડામાં રેલી યોજશે

મોડાસા અને ડેડિયાપાડામાં જન સંપર્ક રેલી માટે વડોદરા આવેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 23 Jul 2025 09:22 AM (IST)Updated: Wed, 23 Jul 2025 09:22 AM (IST)
aap-convener-arvind-kejriwal-and-punjab-cm-bhagwat-mann-will-hold-a-rally-in-modasa-dediapada

Rally in Modasa-Dediapada: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિસાવદરનો દાખલો આપી નવી જનરેશન બદલાવ ઈચ્છે છે તેવું કહીને કોંગ્રેસ ભાજપની જ ટીમ હોવાનો ટોણો માર્યો હતો. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ ખાતે ઉતર્યાં હતા. મોડાસા અને ડેડીયાપાડામાં જન સંપર્ક કરેલી માટે તેઓ વડોદરામાં રાત્રી રોકાણ કર્યું હતું.

રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા

કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 30 વર્ષથી બીજેપીની સરકાર છે.  સરકારમાં અહંકાર છે કે બોનસ અને દૂધના ભાવો વધારવા માટે પશુપાલકોએ ખેડૂતોએ કરેલ વિરોધ પ્રદર્શનમાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

ચૈતર વસાવાને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સરકાર સામે કટાક્ષ કરતા કહ્યું કે, 30 વર્ષ જૂના તાનાશાહી રાજ સામે 10 વર્ષ જૂની પાર્ટી ટક્કર આપી રહી છે. નવી જનરેશન હવે બદલાવ ઈચ્છે છે. તેનું ઉત્તમ ઉદાહરણ વિસાવદરની ચૂંટણી છે. કોંગ્રેસ સામે કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસ ભાજપની ટીમ છે, અસલ વિપક્ષ તો અમે જ છીએ.