Gujarat Rain: આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 73 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ ડોલવણમાં 2.44 ઈંચ નોંધાયો

Gujarat Rain: ગુજરાતમાં આજે વહેલી સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 28 Sep 2024 01:03 PM (IST)Updated: Sat, 28 Sep 2024 01:03 PM (IST)
gujarat-rain-73-talukas-received-rainfall-till-12-noon-today-highest-rainfall-in-dolvan-2-44-inches

Gujarat Rain: આજે શનિવારના રોજ રાજ્યના 73 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપી અને વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

આજે બપોરે 12 વાગ્યા સુધીના વરસાદના આંકડા

રાજ્યના કુલ 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છો.

naidunia_image
naidunia_image

આજની હવામાન વિભાગની આગાહી

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.