Gujarat Monsoon 2024: કેલેન્ડરમાં ભાદરવો પણ ગુજરાતમાં અષાઢી માહોલ, છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ વરસ્યો

Gujarat Monsoon 2024: ગુજરાતમાં શુક્રવારના રોજ કુલ 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદની સૌથી વધુ અસર જુનાગઢ જિલ્લામાં જોવા મળી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 28 Sep 2024 09:28 AM (IST)Updated: Sat, 28 Sep 2024 09:36 AM (IST)
gujarat-monsoon-2024-rainfall-in-233-talukas-in-last-24-hrs-hevy-rain-in-junagadh-district

Gujarat Monsoon 2024: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે. છેલ્લા 2 અઠવાડિયાથી શાંત રહેલા મેઘરાજાએ આ અઠવાડિયાની શરૂઆતથી જ રાજ્યમાં ફરી એન્ટ્રી કરી હતી. ત્યારે છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 7 તાલુકામાં 4 ઈંચથી વધુ, 17 તાલુકામાં 3 ઈંચથી વધુ, 40 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે કુલ 110 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી 1 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

naidunia_image
naidunia_image

આજની હવામાન વિભાગની આગાહી

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.