વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં નવો વિવાદ; પાર્કિંગમાં કામ કરતા વિધર્મી કર્મચારીઓને બજરંગ દળે પકડી પોલીસને સોંપ્યા

હિન્દુ સંગઠનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન આવા મોટા આયોજનોમાં બાઉન્સર કે પાર્કિંગ સ્ટાફ તરીકે વિધર્મીઓની પસંદગી કેમ કરવામાં આવે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 12 Oct 2026 03:46 PM (IST)Updated: Mon, 12 Oct 2026 03:46 PM (IST)
vadodara-news-controversy-at-united-way-garba-as-bajrang-dal-hands-over-parking-workers-to-police

Vadodara Navratri 2026: સંસ્કારી નગરી વડોદરામાં વિશ્વપ્રસિદ્ધ 'યુનાઇટેડ વે' ગરબા મહોત્સવ ફરી એકવાર વિવાદના વટોળમાં ઘેરાયો છે. ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરોએ દરોડો પાડીને વિધર્મી યુવાનોને પકડી પાડતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. નવરાત્રી પર્વ દરમિયાન ગરબા સ્થળો પર સુરક્ષા અને આયોજનને લઈને અગાઉથી જ વિવિધ તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે આ ઘટના સામે આવતા આયોજકોની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, યુનાઇટેડ વે ગરબાના પાર્કિંગ પ્લોટમાં વિધર્મી યુવાનો કામ કરી રહ્યા હોવાની ચોક્કસ માહિતી બજરંગ દળના કાર્યકરોને મળી હતી. માહિતીના આધારે બજરંગ દળની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાર્કિંગ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાર્કિંગના કોન્ટ્રાક્ટરે 17 થી પણ વધુ વિધર્મી યુવાનોને પાર્કિંગ વ્યવસ્થા અને સુરક્ષા માટે નોકરી પર રાખ્યા હતા.

બજરંગ દળના કાર્યકરોએ ઘટનાસ્થળે જઈને વિધર્મી યુવાનોને પકડી પાડ્યા હતા અને તેઓને કડક પાઠ ભણાવ્યો હતો. આ દરમિયાન બજરંગ દળે 3 વિધર્મી યુવાનોને સ્થળ પરથી પકડીને તાત્કાલિક સ્થાનિક પોલીસને હવાલે કર્યા હતા. હિન્દુ સંગઠનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન આવા મોટા આયોજનોમાં બાઉન્સર કે પાર્કિંગ સ્ટાફ તરીકે વિધર્મીઓની પસંદગી કેમ કરવામાં આવે છે.

આ ઘટના બાદ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે વાતાવરણ ગરમાયું હતું. અને સમગ્ર મામલે પાર્કિંગ કોન્ટ્રાક્ટરની ભૂમિકા અંગે પણ તપાસ કરવાની માગ કરી છે. નવરાત્રીના તહેવારમાં આ પ્રકારના વિવાદ સામે આવતા અન્ય ગરબા આયોજકો પણ હવે પોતાના સ્ટાફ અને કોન્ટ્રાક્ટરોના વેરિફિકેશનને લઈને વધુ સતર્ક બન્યા છે.