Surendranagar: હળવદ ગ્રામ્યની પરિણીતા પર દુષ્કર્મ,સોલડી પાસે પીકઅપ કારમાં બળજબરીથી શરીર સબંધ બાંધ્યા

હું તને સારી જગ્યાએ નોકરી અપાવીશ કહીને પરિણીતાને ઘરે પરત ફરવા કહ્યું, પરંતુ ઈન્કાર કરતાં તેના પતિને કહી દેવાની ધમકી આપતા તે પાછી ફરી. જે બાદ મોરબી મળવા બોલાવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Mar 2026 07:20 PM (IST)Updated: Sun, 15 Mar 2026 07:20 PM (IST)
surendranagar-news-woman-allegedly-raped-in-pickup-near-soldi-after-job-offer-trap
HIGHLIGHTS
  • ધ્રાંગધ્રાની ટ્રેક્ટર એજન્સીમાં પરિણીતાને નોકરીએ લગાવવા ફોન કર્યો

Surendranagar: સુરેન્દ્નનગર જિલ્લાના ધ્રાંગધ્રા પોલીસ મથકમાં હળવદ ગ્રામ્યની પરિણીતા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે પીકઅપ કારમાં પરિણીતાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા.

નોકરી અપાવવાની લાલચ આપીને પરિણીતાને ફસાવી હતી

હકીકતમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના એક ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતા ગત 7 માર્ચના રોજ બાવળા સ્થિત એક કંપનીમાં ઈન્ટર્વ્યૂ આપવા ગઈ હતી. જ્યાંથી ઘરે જવા માટે તે સરા ચોકડી પાસે વાહનની રાહ જોતી હતી, ત્યારે સુનિલ દલવાડી નામનો ઈસમ બાઈક લઈને ત્યાં આવ્યો હતો. જેણે પરિણીતાને પોતે ઘનશ્યાપુર મામાના ઘરે જતો હોવાથી રસ્તામાં તેના ગામે ઉતારી દેવાનું કહ્યું હતુ.

આથી પરિણીતા તેના બાઈક પર બેસી ગઈ હતી. જ્યાં રસ્તામાં બન્ને વચ્ચે વાતચીત થતા મુકેશે પરિણીતાને પોતે નોકરીએ લગાવી દેશે, તેમ કહીને મોબાઈલ નંબર લઈ લીધો હતો. બીજા દિવસે સુનિલે પરિણીતાને મેસેજ કર્યો હતો.

જે બાદ 9 માર્ચે પરિણીતા ફરીથી બાવળા ઈન્ટર્વ્યૂ માટે નીકળી હતી. આ સમયે સુનિલે ફોન કરીને હું તને મોરબીમાં સારી નોકરી અપાવીશ, પરત આવી જા કહ્યું હતુ. જો કે પરિણીતાએ ઈન્કાર કરતાં સુનિલે તારા પતિને કહી દઈશ, તેની ધમકી આપતા આખરે પરિણીતા મોરબીની મહેન્દ્રનગર ચોકડી ઉતરી હતી.

આ સમયે સુનિલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો, જ્યાંથી તેણે ધ્રાંગધ્રાની ટ્રેક્ટર એજન્સીમાં નોકરી માટે ફોન કર્યો હતો. જે બાદ પરિણીતાએ અમદાવાદ રહેતી બહેન પાસે જવાનું કહેતા, સુનિલ તેને પીકઅપમાં બેસાડીને સોલડી તરફ લઈ ગયો હતો. જ્યાં સોલડી સબ સ્ટેશન સામે મુકેશે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ.

આટલું જ નહીં, જો કોઈને કહીશ તો બદનામ કરવાની ધમકી આપી હતી. હાલ તો ધ્રાંગધ્રા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે મુકેશ દલવાડી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.