Surendranagar News: વર્ષ 2025-26 માટે પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય, ધ્રાંગધ્રામાં ધોરણ-9માં પ્રવેશ પરીક્ષા આપવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધોરણ – 9માં પ્રવેશ પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારોએ Class-9th https://cbseitms.nic.in/2024/nvsix વેબસાઈટ ઉપર તારીખ 30.10.2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઈચ્છુક ઉમેદવારે જે - જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે, તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-8માં શૈક્ષણિક વર્ષ 2024-25માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની જન્મ તારીખ 1.05.2010થી 31-07-2012ની વચ્ચે (બંને તારીખો સહિત) હોવી જોઈએ. જે એસસી/એસટી/ઓબીસી/કેટેગરી સહિત તમામ ઉમેદવારો માટે સમાન રહેશે. વિસ્તૃત જાણકારી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ પરથી મેળવી શકાશે.
પસંદગી પરીક્ષામાં હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનને લગતા (OMR)ઓએમઆર આધારીત ઓબ્જેકટીવ ટાઈપ પ્રશ્નો રહેશે. પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી એમ દ્વિભાષીય રહેશે. અભ્યાસક્રમ તથા પસંદગી માટે એનવીએસ પત્રિકાનો સંદર્ભ જોવાનો રહેશે. તેમ આચાર્યશ્રી, શ્રી જવાહર નવોદય વિદ્યાલય, ધ્રાંગધ્રાની યાદીમાં જણાવાયું છે.
