Surendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં ગોળા અને કેરીનો રસ ખાધા બાદ 30થી વધુની તબિયત લથડી, ઝાડા-ઉલ્ટી થતાં હોસ્પિટલ ખસેડાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 26 Apr 2024 04:01 PM (IST)Updated: Fri, 26 Apr 2024 04:01 PM (IST)
surendranagar-news-more-than-30-people-fell-ill-after-eating-gola-and-mango-juice-in-patdi

Surendranagar News: પાટડીમાં મોડી રાત્રે બરફના ગોળા અને કેરીનો રસ પીધા બાદ 30થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થતાં દોડધામ મચી ગઈ હતી. જેમાંથી 15 થી 17 દર્દીઓને પાટડી સરકારી દવાખાને અને અન્ય દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દર્દીઓને પાટડી સરકારી હોસ્પિટલમાં ઈન્જેક્શન અને દવાઓ આપી સારવાર આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના અન્ય તાલુકાઓની સરખામણીએ રણકાંઠા વિસ્તારના કારણે પાટડીમાં ખાસ કરીને ગરમી પડે છે. આથી પાટડીમાં આ વર્ષે આકરા ઉનાળાની શરૂઆત થતાં ચાર રસ્તા પર કેરીના રસ અને બરફના ગોળા ખુલી ગયા છે. નાના ભૂલકાઓથી માંડીને વૃદ્ધો સુધી, દરેક જણ ખુલ્લેઆમ આ બરફના ગોળા અને કેરીના રસની મજા લેતા જોવા મળે છે.

પાટડીમાં મોડી રાત્રે બરફના ગોળા અને કેરીનો રસ પીધા બાદ 30થી વધુ લોકોને અચાનક ઝાડા-ઉલ્ટી થવાથી પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જેમાંથી 15 થી 17 દર્દીઓને પાટડી સરકારી દવાખાને અને અન્ય કેટલાક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાટડી સરકારી હોસ્પિટલમાં આ દર્દીઓને ઈન્જેક્શન અને દવાઓ આપીને સારવાર આપવામાં આવી હતી.

પાટડી સરકારી હોસ્પિટલના ડો.શ્યામલાલ રામે જણાવ્યું હતું કે, રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલા દર્દીઓ સવારે 3 વાગ્યા સુધી પાટડી સરકારી હોસ્પિટલમાં આવતા હતા. જેમાં કુલ 15 થી 17 ઝાડા-ઉલ્ટીના દર્દીઓ હતા. અસહ્ય ગરમી વચ્ચે પાટડીમાં સર્વત્ર બરફના ગોળા અને કેરીના રસનું સેવન કર્યાના છ કલાક બાદ જાણવા મળ્યું હતું કે મોટાભાગના દર્દીઓનો ઈતિહાસ બરફના ગોળા અને કેરીનો રસ હતો. આ તમામ દર્દીઓને દવાઓ અને ઈન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી હતી. જ્યારે પાટડીમાં સ્થિતિ કાબુમાં છે. પરંતુ આ બાબતે પાટડી નગરપાલિકાએ આવી ખાણી-પીણીની દુકાનોની નિયમિત મુલાકાત લેવી જોઈએ અને બારીકાઈથી ચેકિંગ કરવું જોઈએ.