Under 19 Asia Cup Final: U19 એશિયા કપ ફાઈનલમાં ભારતની જીતના હીરો સુરેન્દ્રનગરના મોહિત ઉલ્વા પર ગુજરાતને ગર્વઃ મુખ્યમંત્રી

ભારતીય U-19 ટીમે મોહિત ઉલ્વાના છેલ્લા બોલ પરના ચોગ્ગાથી પાકિસ્તાનને હરાવીને 2026 એશિયા કપ જીત્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના મોહિત ઉલ્વાના પ્રદર્શનને બિરદાવ્યું, જ્યારે PM મોદી અને અમિત શાહે પણ ટીમને અભિનંદન પાઠવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Nov 2026 12:00 AM (IST)Updated: Sun, 15 Nov 2026 12:00 AM (IST)
surendranagar-news-gujarat-proud-of-mohit-ulva-cm-bhupendra-patel-congratulates-team-india-on-u19-asia-cup-2026-win

Mohit Ulva U19 Asia Cup 2026: ભારતીય ક્રિકેટ ટીમ અંડર 19 એશિયા કપ 2026ની ફાઈનલ મેચમાં છેલ્લા બૉલ પર ફોર ફટકારીને પાકિસ્તાનને એક વિકેટે હરાવીને ચેમ્પિયન બની ગઈ છે. આ સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે.

પાકિસ્તાન તરફથી મળેલા 339 રનના મુશ્કેલ વિજયી લક્ષ્યાંકને ભારતીય ટીમે છેલ્લા બોલે 9 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. આ શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજેતા ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.

વંથલી-માણાવદર હાઈવે પર ત્રિપલ અકસ્માતઃ ડમ્પર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કરમાં દંપતીનું મોત, 3 ઈજાગ્રસ્ત


મોહિત ઉલ્વાએ અપાવેલી જીત, દરેક ગુજરાતી માટે ગૌરવની ક્ષણ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. જેમાં તેમણે મેચના હીરો રહેલા ગુજરાતના યુવા ક્રિકેટરના પ્રદર્શનને ખાસ બિરદાવ્યું છે.

મુખ્યમંત્રીએ પોસ્ટમાં લખ્યું છે કે, એશિયા કપની ફાઈનલમાં 338 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ અત્યંત કપરી પરિસ્થિતિમાંથી જોરદાર વાપસી કરી. જેમાં આપણા યુવા ચેમ્પિયન્સે અદ્દભૂત હિંમત અને આત્મવિશ્વાસનો પરિચર આપ્યો છે.

ખાસ કરીને સુરેન્દ્રનગરના પનોતા પુત્ર મોહિત ઉલ્વા, જેણે ભારે દબાણ હેઠળ પણ સંયમ જાળવી રાખીને અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારીને ટીમને જીત અપાવી. જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે. ગુજરાતને મોહિત પર ગર્વ છે.

 

 

યુવા ક્રિકેટરોની સફળતા અન્ય અનેક યુવાનોને પ્રેરિત કરશે

PM મોદીએ યુવા ભારતીય ક્રિકેટરોએ પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવ્યા બાદ આ રોમાંચક જીત દેશ અને ભારતીય ક્રિકેટ માટે અસાધારણ દિવસ ગણાવ્યો છે. તેમણે લખ્યું કે, આજના શાનદાર પ્રદર્શન અને પુરુષ અંડર 19 એશિયા કપ 2026 જીતવા પર આપણા યુવા ક્રિકેટરો પર ખૂબ જ ગર્વ છે. તેમની આ સફળતા અન્ય અનેક યુવાનોને પ્રેરણા આપશે.

બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, એક રોમાંચક જીત. ભારતીય યુવા ક્રિકેટરોની ઐતિહાસિક જીતથી સમગ્ર દેશને ખુશી અને ગર્વથી ભરી દીધો છે. પિચ પર તમે જે અદમ્ય સાહસ, દ્રઢ સંકલ્પ અને ખેલદિલીની ભાવના દર્શાવી. તમારું આ પ્રદર્શન ઉભરતા ક્રિકેટરોને પ્રેરિત કરશ.