Surendranagar News: બેલાની લીઝમાં ભાગીદારીની લાલચ આપી પુરવઠા વિભાગના નિવૃત્ત કર્મી સાથે 15 લાખની છેતરપિંડી

Surendranagar News: શહેરમાં નિવૃત્ત જીવન ગાળતા વયસ્ક નાગરિક સાથે પથ્થરના બેલાની લીઝ અને મશીનરીની ખરીદીમાં ભાગીદારી આપવાના બહાને રૂૂ. 15 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 10 Sep 2026 10:32 PM (IST)Updated: Thu, 10 Sep 2026 10:32 PM (IST)
retired-supply-department-employee-cheated-of-rs-15-lakhs-by-promising-to-participate-in-bellas-lease

Surendranagar News: શહેરમાં નિવૃત્ત જીવન ગાળતા વયસ્ક નાગરિક સાથે પથ્થરના બેલાની લીઝ અને મશીનરીની ખરીદીમાં ભાગીદારી આપવાના બહાને રૂૂ. 15 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાંથી નિવૃત્ત થયેલા અને રૈયા રોડ પર આવેલ શિવમ પાર્ક-1માં રહેતા 63 વર્ષીય ચન્દ્રસિંહ બચુભા ચુડાસમાએ આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની શૈલેષ રવજીભાઇ ઘિયાડ (રબારી) નામના શખ્સ સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદી ચન્દ્રસિંહ ચુડાસમા આશરે પાંચેક વર્ષ પહેલાં બાલાજી હોલ પાસે આવેલી રવેચી હોટેલે બેસવા જતા હતા ત્યારે તેમના મિત્ર કિશોરભાઇ ડોડિયા મારફતે આરોપી શૈલેષ ઘિયાડ સાથે પરિચય થયો હતો. શૈલેષ દૂધ ભરવા માટે ત્યાં આવતો હોવાથી બંને વચ્ચે ઓળખાણ ગાઢ બની હતી.


ત્યારબાદ વર્ષ 2024માં શૈલેષે ફરિયાદીને રોકાણ પર સારા વળતરની લાલચ આપીને જણાવ્યું હતું કે, થાનગઢ તાલુકાના અભેપર ગામે રેવન્યુ સર્વે નંબર 56 (નવો સર્વે નંબર 138) વાળી જમીનમાં તેમના સગા સામતભાઇની 12 વીઘા લીઝ છે, જેમાંથી 3 વીઘા જમીન તેમણે પેટા ભાડે રાખી છે. આ જગ્યા પર બેલા કાઢવા માટેની લીઝ મંજૂર થયેલી છે પરંતુ મશીનરી ખરીદવા અને કામગીરી શરૂૂ કરવા માટે નાણાંની જરૂૂર છે. જો તેઓ રોકાણ કરશે તો ધંધામાં પચાસ ટકા ભાગીદારી આપવામાં આવશે.
ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપી શૈલેષ ઘિયાડે વોટ્સએપ મારફતે લીઝ સંબંધિત કાગળો મોકલ્યા હતા તેમજ ઘટનાસ્થળે લઇ જઇને સ્થળ નિરીક્ષણ પણ કરાવ્યું હતું. આથી ફરિયાદીને તેના પર પૂર્ણ ભરોસો બેસી ગયો હતો.

મશીનરી ખરીદવાના બહાને ફરિયાદી ચન્દ્રસિંહે પોતાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હોસ્પિટલ ચોક શાખાના ખાતામાંથી આરોપી શૈલેષના એસ.બી.આઇ. થાનગઢ શાખાના ખાતામાં મે 2024 દરમિયાન કટકે-કટકે કુલ રૂૂ. 15,00,000 ટ્રાન્સફર કર્યા હતા. જેમાં તા. 08/05/2024 ના રોજ રૂૂ. 7 લાખ, તા. 17/05/2024 ના રોજ રૂૂ. 3 લાખ અને તા. 18/05/2024 ના રોજ રૂૂ. 5 લાખનો સમાવેશ થાય છે. આરોપીએ જૂન 2024થી કામગીરી શરૂકરવાની ખાતરી આપી હતી.