એશિયાનું સૌથી મોટું વોટર પંપિંગ સ્ટેશન! સુરેન્દ્રનગરના ઢાંકીથી સૌરાષ્ટ્ર-કચ્છને મળે છે દરરોજ 160 કરોડ લિટર પાણી

સુરેન્દ્રનગરના ઢાંકી પંપિંગ સ્ટેશનથી દરરોજ 160 કરોડ લિટર નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર-કચ્છનાં 6,135 ગામો અને 90 શહેરો સુધી પહોંચે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 20 Nov 2026 03:51 PM (IST)Updated: Fri, 20 Nov 2026 03:51 PM (IST)
dhanki-pumping-station-160-crore-litres-water-saurashtra-kutch

Asia Largest Water Pumping Station: એશિયાના સૌથી મોટા વોટર પંપિંગ સ્ટેશન એવા સુરેન્દ્રનગરના ઢાંકી પંપિંગ સ્ટેશનથી દરરોજ 160 કરોડ લિટર નર્મદાનું પાણી પંપ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં 6,135 ગામો અને 90 શહેરોની તરસ છીપાવવામાં આવી રહી છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL)ના આ મજબૂત નેટવર્કે છેવાડાના વિસ્તારો સુધી બારેમાસ જળસુરક્ષા સુનિશ્ચિત કરી છે. ત્યારે ઢાંકીની આ જળવ્યવસ્થા કેવી રીતે સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી બની છે

નર્મદા નહેર આધારિત 41 યોજના પૂર્ણ

GWILના નેટવર્ક હેઠળ નર્મદા નહેર આધારિત 41 યોજનાઓ પૂર્ણ થઈ છે અને 2 યોજના પર કામ ચાલી રહ્યું છે. વર્ષ 2010-11માં સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ વોટર ગ્રીડ હેઠળ ઢાંકી ખાતે ત્રણ પંપિંગ સ્ટેશન બનાવાયાં હતાં. અહીંથી 94.49 કિલોમીટરની ઢાંકી-નાવડા, 151 કિલોમીટરની ઢાંકી-હડાળા અને 120 કિલોમીટરની ઢાંકી-માળિયા પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પહોંચાડાય છે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો

નાવડા યોજના હેઠળ 3,169 ગામો અને ૫૨ શહેરો, હડાળામાં 1,295 ગામો અને 20 શહેરો તથા માળિયામાં 1,671 ગામો અને 18 શહેરોને બારેમાસ પૂરતું પાણી મળી રહ્યું છે. તેનાથી ગ્રામજનોને ઘરવપરાશ અને પશુપાલનમાં મોટી રાહત થઈ છે. ચોવીસે કલાક અવિરત પાણીપુરવઠો જાળવવા પંપ રૂમ અને કાટ-પ્રતિરોધક '3LPE કોટિંગ' ધરાવતી પાઇપલાઇનની નિયમિત દેખરેખ રાખી કોઈ પણ ટેકનિકલ ખામીનું ત્વરિત નિવારણ લાવવામાં આવે.

વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નાવડા સુધી સમાંતર પાઇપલાઇન નાખવાનું કામ પ્રગતિમાં છે અને માળિયા માટે નવી પાઇપલાઇનનો સર્વે હાથ ધરાયો છે. આ વિસ્તરણથી સૌરાષ્ટ્ર અને કચ્છની પીવાના પાણીની વ્યવસ્થા વધુ સુદૃઢ બની રહી છે.