Chotila News: પાળીયાદમાં રમતા-રમતા દોહિત્રી ટાંકામાં પડી જતા તેને બચાવવા જતાં નાનીનું પણ મોત થયું

રમતા રમતા તે ટાંકા તરફ ગઈ અને ખુલ્લા ટાંકામાં પડી હતી. જે જોઇ જતા તુરંત તેના નાની દોડ્યા અને તેને બચાવવા પાણીના ટાંકામાં પડયા હતા. જેમાં ઉંડા ટાંકામાં ડૂબી જતા બંનેના મોત થયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 11 Jun 2025 12:25 PM (IST)Updated: Wed, 11 Jun 2025 12:25 PM (IST)
granddaughter-and-grandmother-died-after-drowning-in-water-tank-in-paliyad-village-of-chotila

Chotila News: પાળીયાદ ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી 3 વર્ષની ભાણી અને 40 વર્ષના નાનીનું મોત થયું છે. નાની બાજુની ચોકડીમાં કપડા ધોતા હતા ત્યારે ભાણી બાજુમાં જ રમતી હતી. રમતા રમતા તે ટાંકા તરફ ગઈ અને ખુલ્લા ટાંકામાં પડી હતી. જે જોઇ જતા તુરંત તેના નાની દોડ્યા અને તેને બચાવવા પાણીના ટાંકામાં પડયા હતા. જેમાં ઉંડા ટાંકામાં ડૂબી જતા બંનેના મોત થયા હતા.

ચોટીલાના પાળીયાદ ગામે હરજી ઉઘરેજીયા રહે છે. તેમની દિકરી ભાવનાબેનને ચોટીલાથી 7 કિ મી દૂર આવેલા પાંજવાડી ગામે રહેતા સાહિલ સાથે લગ્ન થયા છે. ભાવનાબેનને સંતાનમાં 3 વર્ષની ગોપી અને 1 વર્ષનો દીકરો છે. ભાવનાબેન અને પરિવારના અન્ય લોકો બાજુમાં જ આવેલ રહેણાંક વાળા મકાને હતા.

બપોરનો સમય હોય જમીને બધા આરામ કરતા હતા ત્યારે નાની ભાનુબેન અને ગોપી બાજુના મકાને કપડા ધોવા ગયા હતા. હરજીભાઇ સૂઇને જાગ્યા ત્યારે દીકરાને કહ્યું કે તારા મમ્મીને બોલાવ અને ચા મૂકે મારે હોટલ જવાનું છે. પરંતુ બંને ઘરમાં તપાસ કરવા છતા ભાનુબેન અને ગોપીનો પત્તો મળ્યો ન હતો. ત્યારે કાયમ બંધ રહેતું પાણીના ટાંકાનું ઢાંકણું ખુલ્લીને જોતા તેમાં તપાસ કરી તો ભાણી અને નાનીનો મૃતદેહ મળી આવ્યા હતા.

10 ફૂટ ઊંડા ટાંકામાં 9 હજાર લીટરથી વધુ પાણી હતું ઘરમાં પાણીના સંગ્રહ માટે 10 ફૂટ ઊંડો ટાંકો બનાવવામાં આવ્યો હતો. જેની 10 હજાર લીટર પાણીની ક્ષમતા હતી. તેમાં અંદાજે 9 હજાર લીટર જેટલું પાણી ભરેલું હતું. બોર હોય આ ટાંકો કાયમને માટે ભરેલો જ રાખતા હતા. કપડા ધોવા કે અન્ય કામ માટે આ ઘરે આવતા હતા. બાજુના ઘરે કપડાં ધોવા ગયા તો નાની ભાણીને સાથે લઇ ગયા હરજીભાઇને બાજુબાજુમાં 2 મકાન છે. જેમાં 1 મકાનમાં તેઓ રહે છે. બીજું મકાન બંધ જેવી હાલતમાં હોય છે. નાની ભાનુબેન જ્યારે કપડા ધોવા ગયા ત્યારે ભાણી ત્યાં રમશે તેમ વિચારીને સાથે લઇ ગયા હતા.