Surendranagar: ધ્રાંગધ્રામાં હળવદ હાઇવે પર 5,000 ચોરસ મીટર જમીનમાં રૂ.1.47 કરોડના ખર્ચે બનશે નવી કચેરીનું નિર્માણ

ધ્રાંગધ્રામાં રાજાશાહી સમયની જૂની ઇમારતના સ્થાને હળવદ હાઇવે પર રૂ.1.47 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગની નવી આધુનિક કચેરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કરાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 02:04 PM (IST)Updated: Mon, 12 Oct 2026 02:04 PM (IST)
dhrangadhra-rnb-office-construction-khatmuhurat-prakash-varmora

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા ખાતે માર્ગ અને મકાન વિભાગની નવી પેટા વિભાગીય કચેરીના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે કચેરી પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. હળવદ હાઇવે પર 5,000 ચોરસ મીટર જમીનમાં અંદાજે રૂ.1.47 કરોડના ખર્ચે આ નવી કચેરીનું નિર્માણ કરવામાં આવશે.

નવી ઇમારતના નિર્માણથી વિભાગની કામગીરી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે. ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગની ધ્રાંગધ્રા ખાતેની કચેરી વર્ષોથી રાજાશાહી સમયની જૂની ઇમારતમાં કાર્યરત હતી. સમયની જરૂરિયાત મુજબ આધુનિક સુવિધાઓ ધરાવતી નવી કચેરીની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આ નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

નવી કચેરી કાર્યરત થયા બાદ વિભાગના કર્મચારીઓને કામગીરી માટે વધુ સાનુકૂળ વાતાવરણ મળશે તેમજ વહીવટી કામગીરીને વધુ સુગમ બનાવવામાં મદદ મળશે. નવી કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, તાલુકા પંચાયતનાં પ્રમુખ માયાબા ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.