Surendranagar News: સુરેન્દ્રનગર ગેટ પર આવેલ રેલવે ઓવરબ્રિજના સરફેસીંગ કર્યા બાદ જરૂરી પરિક્ષણ (ટેસ્ટ) જેવા કે, હેમર, અલ્ટ્રા સોનીક ટેસ્ટ વગેરે થયા બાદ બ્રિજના સ્પાન માટે જરૂરી લોડ પરિક્ષણ (ટેસ્ટ) કરવાનું થતું હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.સી. સંપટ દ્વારા તારીખ 12/8/2024 સુધી ઓવરબ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષા થશે.
આ જાહેરનામા મુજબ તારાખ 12/8/2024 સુધી નીચે દર્શાવેલ રૂટો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
- ભારે વાહનો માટે ધ્રાંગધ્રા તરફથી સુરેન્દ્રનગર આવી અમદાવાદ તરફ જવા માટે ટી.બી. હોસ્પિટલથી, અજરામર ટાવર, જિલ્લા પંચાયત, રિવરફ્રન્ટ, એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઉપાસના સર્કલ થઈ અમદાવાદ તરફ જવાનું રહેશે.
- ભારે વાહનો માટે અમદાવાદ તરફથી સુરેન્દ્રનગર આવી ધ્રાંગધ્રા તરફ જવા માટે ઉપાસના સર્કલ, એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, રિવરફ્રન્ટ, જિલ્લા પંચાયત, અજરામર ટાવર, ટી.બી. હોસ્પીટલ થઈ ધ્રાંગધ્રા તરફ જવાનું રહેશે.