Surat: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરેલા ફૂડમાં કોઈ જીવડું, પથ્થર કે વાળ મળવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. એવામાં સુરતની મેરિયટ હોટલ સામે પણ બેદરકારીનો આક્ષેપ થઈ રહ્યો છે. જેમાં મેરિયલ હોટલના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ કુકીઝમાંથી લાકડાના ટૂકડા નીકળતા ફાઈવ સ્ટાર હોટલના ફૂડની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે.
આ અંગે ગ્રાહકે આક્ષેપ કરતાં જણાવ્યું કે, 29 ઓગસ્ટની મોડી રાતે અઢી વાગ્યાના અરસામાં તેઓ પોતાના મિત્રો સાથે અઠવાલાઈન્સ સ્થિત મેરિયટ હોટલના કાફેમાં ગયા હતા. જ્યાં તેમણે કરેલા ઓર્ડર કરેલા ચા-કોફીની સાથે કુકીઝ પણ સર્વ કરવામાં આવી હતી. આ કુકીઝ મિત્રએ મોંઢામાં મૂકી તો તેમને કંઈક અણીદાર વસ્તુ વાગી હતી. જેથી તેમણે તપાસ કરતાં લાકડાનો ટૂકડો નીકળ્યો હતો. જેથી કુકીઝ ચેક કરતાં બીજા લાકડાના ટૂકડા નીકળ્યા હતા.
આ પણ વાંચો
આથી રોષે ભરાયેલા ગ્રાહક દ્વારા તાત્કાલિક હોટલના સ્ટાફને બોલાવીને તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતુ. જો કે હોટલ મેનેજમેન્ટે પોતાની ભૂલ સ્વીકારી, પરંતુ જ્યારે ગ્રાહકે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારે એલાઉડ નથી તેમ કહીને નિવેદન આપવાનો ઈનકાર કરી દીધો હતો. આખરે ગ્રાહકે સુરત મનપાના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરીને યોગ્ય તપાસની માંગ કરી છે.
કેન્ટીનમાં પફની કેબિનમાં બિન્દાસ્ત પફ ખાતા ઉંદરનો વીડિયો વાયરલ
સુરત રેલવે સ્ટેશનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કેન્ટિનમાં પફના મશીનની અંદર એક ઉંદર ઘૂસી ગયો હતો અને બિન્દાસ્ત પફ ખાતો હતો. આ સમયે ત્યાં હાજર એક મુસાફરની નજર પડતા તેણે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી લીધી હતી.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા રેલવે પર ફૂડ સેફ્ટી અને સ્વછતાના દવાઓની પોલ ખુલી ગઈ છે
ઉલ્લેખનીય છે કે, સુરત રેલવે સ્ટેશન દેશનું A-1 કેટેગરીનું ગણાય છે. થોડા દિવસો પહેલા પશ્ચિમ રેલવે દ્વારા સ્ટેશન પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગંદકી અને નિયમોનું ઉલ્લંઘન સામે આવતા 4 સ્ટોલને સીલ કર્યા હતા. એવામાં સુરત રેલવે સ્ટેશનનો જ એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
