Western Railway special trains: આગામી તહેવારોને ધ્યાનમાં લઈને વતન અને પ્રવાસે જતાં મુસાફરો માટે પશ્ચિમ રેલ્વે દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા ગુજરાત અને મુંબઈથી દેશના વિવિધ શહેરો માટે દોડતી 12 જોડી એટલે કે કુલ 24 સ્પેશિયલ ટ્રેનોના ફેરા નવેમ્બર 2026ના અંત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત સહિત અમદાવાદ, ભાવનગર સહિતના મહત્વના રુટ પર ટ્રેન સેવાઓ ચાલુ રહેતા તહેવારો દરમિયાન મુસાફરોને રિઝર્વેશન મેળવવામાં રાહત મળશે.
સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વધારો
- બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ
- ઉધના-માલદા ટાઉન સાપ્તાહિક સ્પેશિયલ
- સુરત-છપરા સાપ્તાહિક સ્પેશિયલ
- પ્રતાપનગર-લાલકુઆં સ્પેશિયલ
- પ્રતાપનગર-મઉ સાપ્તાહિક સ્પેશિયલ
- અમદાવાદ-મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
- ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ
- સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ
- ઓખા-શકૂર બસ્તી સ્પેશિયલ ટ્રેન
- વેરાવળ-હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
- ભાવનગર - શકૂર બસ્તી સ્પેશિયલ ટ્રેન
- ઈન્દોર-હઝરત નિઝામુદ્દીન દ્વિ-સાપ્તાહિક ટ્રેન
ટ્રેનોમાં મુસાફરોને સરળતાથી રિઝર્વેશન મળશે
મુસાફરોને સરળતાથી ટ્રેનોમાં રિઝર્વેશન મળી રહે તેવું હાલ તો રેલવેના અધિકારીઓ જણાવી રહ્યા છે. આ તમામ સ્પેશિયલ ટ્રેનોના ફેરા માટે રિઝર્વેશન આગામી 1 સપ્ટેમ્બર, 2026થી તમામ રેલવે PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
