VNSGU MA Economics External Exam Result: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) M.A. ઈકોનૉમિક્સ એક્સર્ટલ પરીક્ષાના પરિણામોને કારણે ફરી ચર્ચામાં આવી છે. 141 વિદ્યાર્થીઓએ M.A. ઈકોનૉમિક્સમાં એક્સર્ટલ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થતાં એક વિવાદનો વિષય બની ગયો છે.
M.A. ઈકોનૉમિક્સ એક્સર્ટલ પરીક્ષા માટે 192 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 51 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 141 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે પરીક્ષાના પરિણામો જાહેર થયા ત્યારે માત્ર એક જ વિદ્યાર્થી પાસ થતાં સૌ કોઈ હેરાન છે. અનેક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સમક્ષ યોગ્ય તપાસની માંગ કરી છે.
વિદ્યાર્થીઓનો દાવો સિલેબ્સ બહારના પ્રશ્નો પુછાયા
આટલી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને પાસ કરવાનું કારણ શું ? શું પેપર ચકાસણીમાં કોઈ ભૂલ થઈ કે પછી પરીક્ષાના પેપરો અઘરા રહ્યા. આ તમામ સવાલો યુનિવર્સિટીના પરિણામોને લઈને ઉઠી રહ્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ એ પણ આરોપ લગાવી રહ્યા છે કે પેપરમાં ઘણા પ્રશ્નો સિલેબ્સ બહારથી પુછવામાં આવ્યા હતા જેથી તેમને મુશ્કેલી પડી હતી.
