Diamond Workers Union Surat: ડાયમંડ વર્કર યુનિયને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ એન્ડ પ્રમોશન કાઉન્સલ ઓફ ઇન્ડિયાને પત્ર લખી મજુરી વધારવા માંગ કરી

ગુજરાત ના ગ્રામ્ય વિસ્તારોમાં જે હીરા ના કારખાના ચાલે છે ત્યાં કામદારો (રત્નકલાકારો) ને ઓછી મજુરી થી કામ કરવામાં આવી રહ્યું છે અને સરકાર ના લઘુત્તમ વેતન થી પણ ઓછા ભાવ થી હીરો તૈયાર કરી રત્નકલાકારો નું શોષણ કરવામાં આવી રહ્યું છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 25 Sep 2026 11:34 PM (IST)Updated: Fri, 25 Sep 2026 11:34 PM (IST)
the-diamond-workers-union-has-written-to-the-gem-and-jewellery-export-promotion-council-of-india-demanding-a-wage-hike

Diamond Workers Union Surat:ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ એન્ડ પ્રમોશન કાઉન્સલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રત્નકલાકારો ના પ્રશ્નો ઉકેલવા માટે આગળ આવવું જોઈએ તેમજ સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્નકલાકારો ની મજુરી ના નક્કી કરવા માટે માલિકો સાથે વાટાઘાટો તેમજ મોંઘવારી મુજબ ભાવ કરવા માટે એક સર્વે કરવામાં આવે એવી માગણી પત્ર ના માધ્યમથી કરવામાં આવી છે

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત ના હીરાઉધોગમાં લાખો રત્નકલાકારો કામ કરે છે અને તેમની મહેનતથી શ્રમથી ડાયમંડ પોલિસિગ માં આપણી ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે અને કરોડો ડોલર નું વિદેશી હૂંડિયામણ કમાઈ આપ્યું છે છેલ્લા ઘણા સમયથી મંદી હતી જેના કારણે રત્નકલાકારો પીસ રેડ હીરાની મજૂરીના દર માં મોટાપ્રમાણમાં ધટાડો કરવામાં આવ્યો હતો મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે અને રત્નકલાકારો ના પગાર ધોરણ ધટાડો કરવામાં આવી રહ્યો છે છેલ્લા બે વર્ષમાં 100 જેટલા રત્નકલાકારો એ આત્મહત્યા કરી જીવન ટુકાવી લીધાં છે

હાલમાં હીરાઉધોગમાં વાતાવરણ સુધરી રહ્યું છે અને રિયલ ડાયમંડ તથા લેબગ્રોન ડાયમંડ ની ડિમાન્ડ નીકળી છે જેથી પરંતુ રત્નકલાકારો ની જે મજૂરી ના દર તળિયે લાવી દીધી છે એ વધારવી જોઈએ કેમકે મોંઘવારી ના કારણે રત્નકલાકારો ની આર્થિક પરિસ્થિતિ ખરાબ થતી જાય છે

ગુજરાત ના ગ્રામ્ય વિસ્તારોમાં જે હીરા ના કારખાના ચાલે છે ત્યાં કામદારો (રત્નકલાકારો) ને ઓછી મજુરી થી કામ કરવામાં આવી રહ્યું છે અને સરકાર ના લઘુત્તમ વેતન થી પણ ઓછા ભાવ થી હીરો તૈયાર કરી રત્નકલાકારો નું શોષણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે હાલમાં જ ભાવનગર જિલ્લાના "તળાજા" મહુવા " પાલીતાણા" રાજુલા " ના રત્નકલાકારો ભાવ વધારો કરવાની માગણી સાથે હડતાળ શરૂ કરી હતી

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત અને લેબર વિભાગ ના સંયુક્ત પ્રયત્નો થી હાલમાં હડતાળ પૂરી કરી રત્નકલાકારો ને કામે બેસાડ્યા છે પરંતુ હજી સુધી તેમની ભાવ વધારો માગણી નુ યોગ્ય નિરાકરણ આવ્યું નથી ત્યારે સૌરાષ્ટ્ર માં મોટા પ્રમાણમાં હીરાઉધોગમાં લાખો રત્નકલાકારો કામ કરી રહ્યા છે એમના જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઈન્ડિયા ના ચેરમેન ને પત્ર લખવામાં આવ્યો છે

જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ જવાબદારી રત્નકલાકારો પ્રત્યે પણ બને છે હીરાઉધોગમાં કામ કરતા રત્નકલાકારો ના ભવિષ્ય માટે પણ વિચાર કરવો જોઈએ રત્નકલાકારો ને મોંઘવારી સામે ટકી રહે એ પ્રમાણે એમને પીચ રેટ નક્કી કરવા માટે માલિકો ને પણ સુચના આપવી જોઈએ આજ દિવસ સુધી રત્નકલાકારો એ કાંઈપણ માગ્યું નથી પરંતુ જેથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રત્નકલાકારો ના પ્રશ્નો ઉકેલવા માટે આગળ આવવું જોઈએ તેમજ સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્નકલાકારો ની મજુરી ના નક્કી કરવા માટે માલિકો સાથે વાટાઘાટો તેમજ મોંઘવારી મુજબ ભાવ કરવા માટે એક સર્વે કરવામાં આવે એવી માગણી પત્ર ના માધ્યમથી કરવામાં આવી છે