Surat: કામરેજમાં પરિણીતા પાંચમા માળેથી નીચે પટકાઈ, આપઘાતના ઈરાદે પડતું મૂક્યું હોવાની આશંકા

કામરેજ ચાર રસ્તા નજીક આવેલા કર્મેશ્વર રેસિડન્સીનો બનાવ. હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Jan 2026 08:51 PM (IST)Updated: Sun, 25 Jan 2026 08:51 PM (IST)
surata-news-woman-fall-down-from-5th-floor-at-kamrej
HIGHLIGHTS
  • સમગ્ર ઘટના નજીકમાં રહેલા CCTVમાં કેદ થઈ ગઈ

Surat: સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા કર્મેશ્વર શોપિંગ સેન્ટરના 5માં માળેથી એક મહિલાએ નીચે પટકાઈ હતી. મહિલાને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ આપઘાતનો પ્રયાસ કરાયો હોવાની હાલ શક્યતા વ્યક્ત કરાઈ છે.

મળતી માહિતી મુજબ, સુરતના કામરેજ ચાર રસ્તા પાસે આવેલા કર્મેશ્વર રેસીડેન્સીના ૫માં માળેથી એક મહિલા નીચે પટકાઈ હતી. મહિલા નીચે પટકાતા તેણીને ગંભીર ઈજાઓ થઇ હતી અને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. મહિલાની ઓળખ 27 વર્ષીય સોનલબેન સચિનભાઈ પટેલ તરીકે થઇ છે.

પ્રાથમિક તપાસમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આંશકા વ્યક્ત કરાઈ છે. જો કે મહિલા હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા 5માં માળેથી નીચે પટકાવવાની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે.