Surat News: આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં યશ્વી નવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જર્મન એસી ડોમમાં યોજાનારા આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ 10 હજાર જેટલા ખેલૈયાઓ ભાગ લેશે. 10 દિવસ પૂર્વા મંત્રી 22 તારીખે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક સુરતીઓને ગરબે ઘુમાવશે. ખેલૈયાઓને કુલ રૂ. 1 કરોડના ભવ્ય ઇનામો આપવામાં આવશે.
સુરતમાં સીબી પટેલ ગ્રાઉન્ડ પર યશ્વી નવરાત્રી 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 700x200 ફૂટના વિશાળ જર્મન એસી ડોમમાં યોજાનારા આ મહાઉત્સવમાં રોજ દસથી બાર હજાર ખેલૈયાઓ ભાગ લેશે. જેમાં 10 દિવસ પૂર્વા મંત્રી અને 22 તારીખે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક સહિત દરરોજ 55થી વધુ આર્ટિસ્ટો પુનેરી ઢોલના તાલે માહોલ જમાવશે, સાથે જ ખેલૈયાઓ માટે કુલ એક કરોડ રૂપિયાના ભવ્ય ઇનામો પણ રાખવામાં આવ્યા છે.

ખેલૈયાઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં મહિલાઓની સુરક્ષા માટે વિશેષ 'SHE Team', મેડિકલ ઇક્વિપડ ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર સુવિધા, વિશાળ પાર્કિંગ તેમજ મેકઅપ અને ટેઈલરિંગની પણ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ સાથે ખાણીપીણીના શોખીનો માટે 40 જેટલા આકર્ષક ફૂડ સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેથી ખેલૈયાઓ મન મૂકીને ગરબાની સાથે મનોરંજન માણી શકે.
આ નવરાત્રી મહોત્સવ માત્ર ઉત્સવ પૂરતો સીમિત નથી પરંતુ તેમાં સેવાનો અનોખો અભિગમ પણ જોડવામાં આવ્યો છે, જ્યાં દરેક પાસ સાથે સેવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે જેથી તમારો એક પાસ કોઈકના જીવનમાં આશાનું કિરણ બની શકે. ગરબાના ગુંજારવ અને સેવાના સુંદર સમન્વય સાથે યોજાતી આ નવરાત્રીમાં જોડાવા માટે તમામ સુરતીઓને ઉત્સાહભેર આમંત્રિત કરવામાં આવ્યા છે. ખેલૈયાઓના ઉત્સાહને વધારવા માટે આયોજકોએ કુલ રૂ. 1 કરોડના આકર્ષક ઇનામોની જાહેરાત કરી છે.
