Surat Weather Forecast: સુરતમાં આજે પવન સાથે હળવો વરસાદ પડી શકે, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ સુરત શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 25 Aug 2026 07:15 AM (IST)Updated: Tue, 25 Aug 2026 07:15 AM (IST)
surat-weather-forecast-today-and-tomorrow-august-25-2026-light-rain-with-gusty-winds-likely-check-latest-imd-update

Surat Weather Forecast Today and Tomorrow | આજનું સુરતનું હવામાન (25 ઓગસ્ટ 2026): સુરતમાં ઓગસ્ટ મહિનામાં જોઇએ તેવી મેઘ મહેર થઇ નથી. છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. વરસાદ સામાન્ય કરતા પણ ઓછો વરસી રહ્યો હોવાથી બફારો અને ઉકળાટમાં વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ શહેર અને જિલ્લામાં આ જ પ્રકારનું હવામાન રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ પવન સાથે હળવો વરસાદ છૂટાછવાયા સ્થળોએ થઇ શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાઇ શકે છે.

સુરતમાં આજે વરસાદ પડશે?

હવામાન વિભાગ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ સુરત શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આગામી 26થી 30 ઓગસ્ટ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ અનુસાર, આગામી 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદી ઝાપટાં વરસી શકે છે.

સુરતમાં આજે કેટલું રહેશે તાપમાન?

સુરતમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન કેટલું રહેશે તેની વાત કરીએ તો હવામાન વિભાગના લોકલ વેધર ફોરકાસ્ટ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. ભેજનું પ્રમાણ 77થી 95 ટકા સુધી રહી શકે છે. 26થી 30 ઓગસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 31થી 32 ડિગ્રીની વચ્ચે જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ 83થી 95 ટકા સુધી રહેવાની શક્યતા છે.

સુરત જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ વરસ્યો

ચોમાસું 2026ની સિઝનમાં અત્યારસુધીમાં સુરત જિલ્લામાં તાલુકાવાર સિઝનનો કેટલો વરસાદ પડ્યો તેની વિગતો અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે.

તાલુકા એવરેજ વરસાદ(1996-2025) સિઝનનો વરસાદ વરસાદની ટકાવારી
અંબિકા 1653 2592 156.81
અરેઠ 1521 966 63.51
બારડોલી 1511 1798 118.99
ચોર્યાસી 1313 929 70.75
કામરેજ 1491 1825 122.4
મહુવા 1653 1710 103.45
માંડવી 1521 896 58.91
માંગરોળ 1447 1156 79.89
ઓલપાડ 1075 1268 117.95
પલસાણા 1512 2170 143.52
સુરત શહેર 1463 1673 114.35
ઉમરપાડા 2010 2268 112.84
જિલ્લાનો સરેરાશ 1514.17 1604.25 105.95