Gujarat Weather Forecast: આવતીકાલથી રાજ્યમાં જામશે મેઘાવી માહોલ, 12થી 15 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

13 સપ્ટેમ્બર 2026ના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 11 Sep 2026 03:01 PM (IST)Updated: Fri, 11 Sep 2026 03:01 PM (IST)
gujarat-weather-forecast-heavy-rain-expected-in-saurashtra-south-gujarat-from-september-12-to-15

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી રહ્યો છે. જોકે આવતીકાલથી રાજ્યમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસશે. જ્યારે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, વડોદરા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

આજે રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે

હવામાન વિભાગ અનુસાર, આજે 11 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મહીસાગર દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, આણંદ, ખેડા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી

12 સપ્ટેમ્બર 2026ના રોજ આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

13 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા

13 સપ્ટેમ્બર 2026ના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

14 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે

14 સપ્ટેમ્બર 2026ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

15 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઇ શકે

15 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

16 અને 17 સપ્ટેમ્બરે કેવો રહેશે વરસાદી માહોલ

16 અને 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, સાબરકાંઠા, પંચમહાલ સહિત સમગ્ર રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.