Gujarat Weather Forecast Live Updates (11 September 2026) | આજનું હવામાન વરસાદ: રાજ્યમાં 24 કલાક બાદ ભારે વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જોકે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના પણ છે.
લો પ્રેશર સહિતની સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસનો વિસ્તાર પરનું લો-પ્રેશર એરિયા તે જ વિસ્તાર પર યથાવત રહ્યું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાત પરિભ્રમણ દરિયાની સપાટીથી 9.4 કિલોમીટર ઉપર સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ નમેલું છે. દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ 4.5 થી 5.8 કિલોમીટર વચ્ચેનું ઉપલા હવામાનનું ચક્રવાત પરિભ્રમણ પણ યથાવત છે. મોન્સૂન ટ્રફ હાલ જમ્મુ, દેહરાદૂન, બરેલી, લખનૌ, અંબિકાપુર, ઝારસુગુડા થઈને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરના લો-પ્રેશર એરિયાના કેન્દ્ર સુધી પસાર થઈ રહી છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. રાજ્યમાં નીચલા સ્તરે પ્રદેશ પર દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે 11 સપ્ટેમ્બર 2026ના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
12થી 15 સપ્ટેમ્બર ભારે વરસાદની શક્યતા
12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 12 સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે 13 અને 14 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 15 સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 16 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
17થી 20 સપ્ટેમ્બર કેવો રહેશે વરસાદી માહોલ
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, આગામી 17થી 20 નવેમ્બર દરમિયાન અમદાવાદ, વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાતમાં તથા ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા ઉત્તર ગુજરાત તેમજ સુરત, વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજકોટ, જામનગર, ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, આગામી 17થી 20 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ગરમી અને બફારો યથાવત રહી શકે છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22થી 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં સામાન્ય રીતે આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
