Surat: વેસુમાં ઝૂંપડપટ્ટીમાં દાન આપવા આવેલી મહિલા કાર ચાલકે બાળકને કચડ્યો, માથા પર ટાયર ચડાવી દેતા દર્દનાક મોત

સુરતના વેસુ વિસ્તારમાં એક મહિલા કાર ચાલકે અઢી વર્ષના બાળકને અડફેટે લેતા તેનું કરુણ મોત થયું. બાળકના પિતાએ કાર ચાલક મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Oct 2026 05:12 PM (IST)Updated: Sun, 25 Oct 2026 05:12 PM (IST)
surat-vesu-accident-woman-distributing-donations-crushes-child-under-car-in-vesu-slum

Surat Accident: શહેરના વેસુ વિસ્તારમાં મહિલા કાર ચાલકે અડફેટે લેતા અઢી વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે મૃતક બાળકના પિતાએ કાર ચાલક મહિલા વિરુદ્ધ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ દાહોદના વતની અપીલ ડામોર (22) સુરનતા વેસુ સ્થિત રઘુવીર સેલની સામેના ઝૂંપડામાં પત્ની અને બે બાળકો સહિતના પરિવાર સાથે રહે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મિતાલીબેન નામની એક મહિલા તેલની બોટલનું દામન કરવા માટે તેમના વિસ્તારમાં આવી હતી. આ સમયે અપીલ ડામોરમાં અઢી વર્ષનો દીકરો આર્યન ઝૂંપડા બહાર રમતો હતો.

મિતાલીબેને તેલનું દાન કર્યાં બાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે પોતાની કાર ગફલપપૂર્વક હંકારીને આર્યનને અડફેટે લીધો હતો. કારની ટક્કરથી નીચે પટકાયેલા આર્યન પર કાર ચડાવીને મિતાલીબેન નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અપીલ ડામોરે પીછો કરીને પકડી પાડી હતી. જે બાદ મિતાલીબેનની કારમાં જ આર્યનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આર્યનને ગંભીર ઈજા થઈ હોવાથી ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસની ટીમ હોસ્પિટલ આવી પહોંચી હતી. જ્યાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે અપીલ ડામોરની ફરિયાદના આધારે વેસુ પોલીસે કાર ચાલક મહિલા વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં અપીલ ડામોરના પરિવારમાં 12 દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ હતો. હજુ તો નવજાત પુત્રનું નામકરણ પણ નહતુ થયુ, ત્યાં મોટા પુત્રનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.