હુતી વિદ્રોહીઓના હુમલા વચ્ચે સઉદી અરબમાં વસતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી- 'મિસાઈલ કે ડ્રોન એટેકનો વીડિયો ના બનાવશો'

ભારત સરકારે યમનના હુતી વિદ્રોહીઓના હુમલા અને ખાડી દેશોમાં વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં સ્થાનિક નિયમોનું પાલન કરવા અને મિસાઈલ કે ડ્રોન હુમલા સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરવાની સલાહ અપાઈ છે, જે ગુનો ગણાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Oct 2026 04:27 PM (IST)Updated: Sun, 25 Oct 2026 04:27 PM (IST)
saudi-arabia-advisory-india-advises-citizens-not-to-film-missile-or-drone-attacks

Saudi Arabia Advisory: અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ખાડી દેશોમાં સતત તણાવ વધી રહ્યો છે. યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલા વચ્ચે ભારત સરકારે સઉદીમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.

રિયાધ સ્થિત ઈન્ડિયન એમ્બેસીએ સઉદી અરબમાં રહેતા પોતાના નાગરિકોને સ્થાનિક નિયમોનું પાલન કરવા તેમજ મિસાઈલ કે ડ્રોન હુમલા સાથે સંકળાયેલા વીડિયો, ફોટો અને માહિતી સોશિયલ મીડિયા પર શેર ના કરવાની સલાહ આપી છે.

હુમલાનો વીડિયો વાયરલ કરવો સજાને પાત્ર ગુનો ગણાશે

સઉદી સિટિઝન સિક્યુરિટી ડિરોક્ટોરેટ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાને સોશિયલ મીડિયા પર શેર કરતાં એમ્બેસીએ જણાવ્યું છે કે, સઉદી અરબમાં રહેતા ભારતીયોને સ્થાનિક નિયમો અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

હકીકતમાં આ સૂચનામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મિસાઈલ કે ડ્રોન હુમલા તેમજ તેમના ઈન્ટરસેપ્ટની કાર્યવાહી કે અસરગ્રસ્ત સ્થળો સાથે સંકળાયેલી કોઈપણ જાણકારી, ફોટો કે વીડિયો બનાવવો કે તેને વાયરલ કરવો કાયદેસર ગુનાને પાત્ર ગણાશે. આમ કરવાથી સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

એમ્બેસીએ ફ્લાઈટોર રદ્દ થવા અને શિડ્યુલ ખોરવાવા અંગેની જાણકારી આપતા જણાવ્યું છે કે, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની રિયાધ તેમજ દમ્મામથી અવર-જવર કરતી તમામ ફ્લાઈટો આગામી 7 નવેમ્બર સુધી બંધ રહેશે. જ્યારે જેદ્દાહની ફ્લાઈટોને 31 ઓક્ટોબર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

બીજી તરફ જેદ્દા સ્થિત ઈન્ડિયન કોન્સુયલેટે જણાવ્યું કે, જેદ્દા અને મક્કામાં સંચાલિત રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂપ અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને ભોજન, જરૂરી દવાઓ અને ઈમરજન્સી સેવા પુરી પાડી રહ્યો છે. આ સાથે જ ફ્લાઈટ રદ્દ થવાના પગલે વીઝાની સમસ્યાના સમાધાન માટે કોન્સ્યુલેટ સઉદી અરબના હજ અને ઉમરાહ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.