Surat News: સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા A.R.મોલમાં વિકૃત્ત માનસિકતા ધરાવતા યુવકે એક યુવતી સામે અશ્લીલ હરકતો કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક પીડિત યુવતીને કંઇક પૂછવાના બહાને ગુપ્ત ભાગ બતાવી રહ્યો હોય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. હાલ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ નથી કરાઈ. પરંતુ વીડિયોના આધારે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આધાર આપ્યા છે.
યુવકે યુવતી સામે અશ્લીલ હરકત કરી
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, સુરતના મોટા વરાછા વિસ્તારમાં AR મોલમાં ગંભીર ઘટના બની હતી. વાયરલ સીસીટીવી પ્રમાણે, એક યુવક પીડિત યુવતીની પાછળ એડ્રેસ પૂછવાને બહાને આવે છે. જ્યારે યુવતી એડ્રેસ જણાવી રહી હતી. તે દરમિયાન યુવક ગુપ્ત ભાગ બતાવવા લાગ્યો. જે બાદ યુવતી ત્યાંથી તાત્કાલિક જતી રહી હતી. યુવતી જતી રહેતા યુવકે તેનો પીછો પણ કર્યો હતો.
CCTV વાયરલ થતાં લોકોમાં રોષ
મોલના નિર્જન ખૂણાનો લાભ લઈને વિકૃત યુવકે યુવતી સામે અશ્લીલ અને બિભત્સ ચેનચાળા કર્યા. યુવકની શરમજનક કરતૂત મોલમાં લાગેલાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ CCTV ફૂટેજ સ્થાનિક સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયુવેગે વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. મોલ જેવા જાહેર સ્થળોએ પણ બહેને-દીકરીઓ સુરક્ષિત નથી. તેવી લાગણી સાથે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
પોલીસે તપાસના આદેશ આપ્યા
આ સમગ્ર મામલે હજુ સતાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.હાલ ઉત્રાણ પોલીસ મથકની ટીમે વાયરલ સીસીટીવી ફૂટેજની સાથે વિકૃત યુવકની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
