Surat Crime News: સુરતમાં ઉધના પોલીસને ટીમે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે રુ. 3.01 લાખની કિમંતનો ગાંજો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ગાંજાનો જથ્થો આપનાર અને મંગાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ગાંજા સાથે યુવક ઝડપાયો
મળતી માહિતી મુજબ, સુરતમાં ઉધના પોલીસને બાતમી મળી હતી કે, ઉધના પ્રભુનગર પ્રેમજીભાઈની ચાલ પાસેથી એક શખ્સ સ્કૂલ બેગમાં માદક પદાર્થ લઈને નીકળવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોહન ઉર્ફે ચીકુ ભીમરાવ સાતપુતે (ઉ.23) ને ઝડપી પાડ્યો હતો.
ગાંજા સહિતનો મુદ્દામાલ જપ્ત
ઝડપાયેલો આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને સુરતમાં મોટર સાયકલ રીપેરીંગનું કામ કરે છે. પોલીસે તેની પાસેથી 3.01 લાખની કિંમતનો 06.24 કિલોગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન સહીત કુલ રુ. 3.06 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ગુનો નોધ્યો
ઉધના પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ ગુનામાં પોલીસે ગાંજાનો જથ્થો આપનાર બ્રમ્હા ઉર્ફે ધીરજ પંડિત અને ગાંજાનો જથ્થો મંગાવનાર ભાગવત નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
