સુરત અને ઉદયપુર વચ્ચે 3 ઓક્ટોબરથી દોડશે વંદે ભારત એક્સપ્રેસ: જાણો સમયપત્રક, રૂટ અને સ્ટોપેજની સંપૂર્ણ વિગત

2 ઓક્ટોબર ગાંધી જયંતિના અવસરે સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો Inaugural Run યોજાઈ શકે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 26 Sep 2026 12:16 PM (IST)Updated: Sat, 26 Sep 2026 12:16 PM (IST)
surat-udaipur-vande-bharat-express-train-starts-october-3-timetable-route-and-stoppages
Surat-Udaipur Vande Bharat Express

Surat-Udaipur Vande Bharat Express: દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ભારતીય રેલવે બોર્ડ દ્વારા નવી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રીમિયમ ટ્રેન સર્વિસ 3 ઓક્ટોબરથી નિયમિત શરૂ થશે. આ અહેવાલમાં વાંચો સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનનો સમય, સ્ટોપેજ, રૂટ અને અન્ય તમામ માહિતી.

3 ઓક્ટોબરથી દોડશે નવી વંદે ભારત એક્સપ્રેસ

રેલવે સમયપત્રક મુજબ, સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ આગામી 3 ઓક્ટોબરથી પોતાની નિયમિત કામગીરી શરૂ કરશે. આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતીના અવસરે આ ટ્રેનનો Inaugural Run યોજાય તેવી શક્યતા છે, જેને રેલવે બોર્ડ દ્વારા સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

ભારતીય રેલવે બોર્ડના નિર્દેશ મુજબ, સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનની શરૂઆત એડવાન્સ રિઝર્વેશન પીરિયડ અથવા નો-બુકિંગ ડેટમાંથી જે વહેલું હોય ત્યારથી લાગુ કરવામાં આવશે. ઉદ્ઘાટન ઓપરેશન સ્પેશિયલ સર્વિસ તરીકે ચલાવ્યા બાદ તેને નિયમિત ટાઈમટેબલ હેઠળ લાવવામાં આવશે.

સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું સમયપત્રક

મંજૂર સમયપત્રક મુજબ સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ બંને દિશામાં એક જ દિવસમાં મુસાફરી પૂર્ણ કરી શકાય તેવી સગવડ પૂરી પાડે છે. એક તરફની મુસાફરી પૂર્ણ થતાં આશરે 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે.

સુરતથી ઉદયપુર (ટ્રેન નંબર 26903): ટ્રેન સવારે 6:10 વાગ્યે સુરતથી ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. આ મુસાફરી પૂર્ણ થતાં આશરે 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે.

ઉદયપુરથી સુરત (ટ્રેન નંબર 26904): પરત ફરતી વખતે ટ્રેન બપોરે 3:35 વાગ્યે ઉદયપુર સિટીથી ઉપડશે અને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.

સ્ટેશન સુરત-ઉદયપુર (સમય) ઉદયપુર-સુરત (સમય)
સુરત 6:10 am 11:00 pm
ભરૂચ 6:51 - 6:53 am 10:10 - 10:12 pm
વડોદરા 7:40 - 7:45 am 9:22 - 9:27 pm
આણંદ 8:11 - 8:13 am 8:50 - 8:52 pm
મણિનગર 8:41 - 8:43 am 7:58 - 8:00 pm
અસરવા 9:25 - 9:30 am 7:25 - 7:30 pm
હિંમતનગર 10:38 - 10:40 am 6:18 - 6:20 pm
શામળાજી રોડ 11:08 - 11:10 am 5:27 - 5:29 pm
ડુંગરપુર 11:42 - 11:44 am 4:50 - 4:52 pm
જાવર 12:45 - 12:47 pm 4:01 - 4:03 pm
ઉદયપુર સિટી 1:40 pm 3:35 pm

સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનનો રૂટ અને સ્ટોપેજ

આ નવી સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેન ગુજરાત અને રાજસ્થાનના મહત્વના શહેરો તેમજ વેપારી કેન્દ્રોને સીધી કનેક્ટિવિટી આપશે. આ ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર સ્ટેશન પર Commercial Stoppages કરશે. આ ટ્રેન અમદાવાદના મણિનગર અને અસારવા સ્ટેશનને કનેક્ટિવિટી આપીને આગળ હિંમતનગર અને રાજસ્થાન તરફ જશે.

ગુજરાત-રાજસ્થાન વચ્ચે પ્રવાસન અને વેપારને વેગ

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ જવા માટે આ એક શ્રેષ્ઠ પ્રીમિયમ રેલ સુવિધા સાબિત થશે. રાજસ્થાનના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા ઉદયપુર જવા-આવવા માટે ગુજરાતના પ્રવાસીઓને સીધો અને ઝડપી વિકલ્પ મળશે. આ સર્વિસ ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, હિંમતનગર અને ડુંગરપુર જેવા મહત્વના શહેરી અને વાણિજ્યિક કેન્દ્રોને સાંકળશે.

ઉદયપુર-અસારવા વંદે ભારત બંધ કરવાનો નિર્ણય

રેલવે બોર્ડ દ્વારા ટ્રેન નંબર 26963/26964 ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત એક્સપ્રેસને બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ સેવાની જગ્યા લેશે અથવા તેની પુનઃરચના (Restructure) કરવામાં આવશે.

મંજૂર ઓપરેટિંગ પ્લાન મુજબ, નવી વંદે ભારત રેકનું પ્રાથમિક મેન્ટેનન્સ સુરત ખાતે કરવામાં આવશે. વડોદરા અને અસારવા સ્ટેશન વોટરિંગ સ્ટેશન (Watering Stations) તરીકે કાર્ય કરશે. આ સર્વિસ 8 કોચ (Eight-car) ધરાવતી વંદે ભારત એક્સપ્રેસ રેક દ્વારા સંચાલિત કરવામાં આવશે.