સુરત : બીજા દિવસે પણ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની તપાસ યથાવત, 48 સંસ્થાઓને નોટીસ, 33 નમૂના લેવાયા

સુરત મનપાની ફૂડ શાખાએ હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ હાથ ધરી 48 એકમોને નોટિસ પાઠવી, 33 સેમ્પલ લીધા અને 135 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 02 Oct 2026 11:00 AM (IST)Updated: Fri, 02 Oct 2026 11:00 AM (IST)
surat-smc-food-safety-crackdown-restaurant-checking-notices-fine-2026

Surat News: સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરેક ઝોનમાં ખાધ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટમાં બીજા દિવસે પણ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 73 એકમોમાં તપાસ કરવામાં આવી હતી અને 48 એકમોને નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 33 નમૂના લેવામાં આવ્યા છે, તેમજ 135.300 કિલોગ્રામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

મનપાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ

સુરતમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા દરેક ઝોનમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજા દિવસે પણ આ તપાસ યથાવત રહી હતી. બીજા દિવસે કરાયેલી આ તપાસમાં તેઓની પરિસરની સ્વચ્છતા, કિચનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વાપરવામાં આવતા પાણીની ગુણવતા તેમજ તેઓ દ્વારા ખાદ્ય પદાર્થો બનાવવા માટે વપરાતા રો મટીરિયલની ગુણવત્તા, કર્મચારીઓની શારીરિક સ્વચ્છતા અને તેમના ફિટનેસ સર્ટીફીકેટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

શંકાસ્પદ નમૂના લેવાની કામગીરી

રેસ્ટોરન્ટમાંથી નીકળતો કચરો, ગટરના પાણીના નિકાલની વ્યવસ્થાનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિચન પરિસરમાં CCTV કેમેરા લગાવી તેનું લાઇવ બેઠક વ્યવસ્થા પર જોઈ શકાય તે બાબતે સૂચના અપાઈ હતી. તેમજ શંકાસ્પદ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

48 એકમોને નોટિસ પાઠવાઈ

આ ચેકિંગ દરમ્યાન દરેક ઝોન મળી કુલ 73 સંસ્થાઓમાં તપાસ કામગીરી હાથ ધરાઈ હતી. 48 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 33 નમૂના લેવામાં આવ્યા છે તેમજ 135.300 કિલોગ્રામ અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે અને કુલ 1,87,500 રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે.