Surat Crime News: સુરતમાં સચિન રેલવે સ્ટેશનની સીડી પર બે યુવકો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. વાત વણસતા એક યુવકે બીજા યુવક પર પથ્થર વડે હુમલો કર્યો હતો, જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવક નિવસ્ત્ર હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના સચિન રેલવે સ્ટેશન સીડી પર શિવા અને પ્રતાપ નામના બે લોકો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જેમાં શિવા નામના શખ્સે ઉશ્કેરાઈને પ્રતાપ પર ત્યાં રહેલોપથ્થરઉપાડીને માથામાં મારી દીધો હતો. જેને લઈને પ્રતાપ ઈજાગ્રસ્ત થયો અને ત્યાં જ ઢળી પડ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે ઈજાગ્રસ્ત પ્રતાપ ઘટનાસ્થળે નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના બાદ આરોપી શિવા ત્યાંથી ફરાર થઈગયોહતો, જ્યારે ઈજાગ્રસ્ત પ્રતાપને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હુમલો ક્યા કારણોસર કરવામાં આવ્યો અને યુવક નિર્વસ્ત્ર કેમ હતો, તે તમામ દિશાઓમાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સચિન જેવા ધમધમતા રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા માટે તહેનાત પોલીસની હાજરી હોવા છતાં સ્ટેશનની સીડીઓ પર આટલી મોટી લોહિયાળ ઘટના કેવી રીતે બની ગઈ, તે તપાસનો વિષય બન્યો છે.
