સુરતના પુણા બોમ્બે માર્કેટ રોડ પર હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી વિસ્તારમાં અફરાતફરી

સુરતના પુણા બોમ્બે માર્કેટ રોડ પર અર્ચના વિસ્તારમાં હોટ ફિક્સના ગેરકાયદે કચરામાં આગ લાગતાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 12:05 PM (IST)Updated: Sat, 17 Oct 2026 12:05 PM (IST)
surat-puna-bombay-market-road-hot-fix-waste-fire-archana-area-creation-plaza

Surat News: સુરતના પુણા બોમ્બે માર્કેટ રોડ પર રાત્રીના સમયે હોટ ફિક્સના કચરામાં આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.

હોટ ફિક્સના કચરામાં આગ લાગી

મળતી માહિતી મુજબ, સુરતના પુણા બોમ્બે માર્કેટ રોડ અર્ચના વિસ્તારમાં ક્રિએશન પ્લાઝા પાસે હોટ ફિક્સના કચરામાં આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અહી ફેકાયેલા હોટ ફિક્સના કચરામાં કોઈએ આગ લગાડી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિકોએ કરી કાર્યવાહીની માંગ

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અવાજ ઉઠાવીને કડક પગલાં ભરવા માંગ કરી છે.

પાલિકાના આરોગ્ય અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં ન આવતાં સ્થાનિકોમાં પ્રશાસન સામે પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે પ્લાસ્ટિકનો કચરો ગેરકાયદેસર રીતે ફેંકનારા અને તેને સળગાવનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.