સુરત પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો, 1.82 કરોડનો મુદામાલ મૂળ માલિકોને પરત કરાયો

સુરત પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ઝોન-1 વિસ્તારના નાગરિકોને ₹1.82 કરોડથી વધુનો ચોરી થયેલો મુદ્દામાલ અને સાયબર ફ્રોડના નાણાં મૂળ માલિકોને પરત કર્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 21 Aug 2026 02:42 PM (IST)Updated: Fri, 21 Aug 2026 02:42 PM (IST)
surat-police-tera-tujko-arpan-program-return-stolen-items-valuation-182-crore

Surat News: સુરત શહેરમાં પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1.82 કરોડથી વધુનો મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સુરતમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન

સુરત શહેરમાં ઝોન-1 વિસ્તારમાં A તથા B ડિવિઝન હેઠળ આવતા પુણા, કાપોદ્રા, વરાછા, અશ્વિનીકુમાર, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા મિલકત સબંધી ગુનાઓનો મુદામાલ પરત આપવા માટે આઇમાતા રોડ સ્થિત મહેશ્વરી ભવન ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુલ 1.82 કરોડનો મુદ્દામાલ પરત કરાયો

આ કાર્યક્રમમાં ગુનાઓમાં રિક્વર કરેલા 12.84 લાખના 112 મોબાઈલ ફોન, 57.23 લાખ રોકડા રૂપિયા, 39.43 લાખના સોના-0ચાંદીના દાગીના તથા 3.25 લાખની કિમતના 13 નંગ મોટર સાઈકલ/મોપેડ, 7.50 લાખની કિંમતના 80 કેરેટ રફ અને તૈયાર નેચરલ હીરા આ ઉપરાંત સાયબર ફ્રોડ અંતર્ગત જે અરજદારોના પૈસા ફ્રીઝ થયા હોય તેવા અલગ અલગ અરજદારોના 62.73 લાખ મળી કુલ 1,82,97,816 રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર, એડી.સીપી બલરામ મીણા, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને પોતાની વસ્તુઓ પરત મળી રહેતા લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.