Surat News: રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ યોજવા બાબતે રાજ્યના પોલીસ મહાનિરીક્ષક તરફથી સુચના અપાઈ છે જેને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્ય પોલીસ મહાનીરીક્ષક દ્વારા 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2025 સુધી રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ રાખવા બબાતે સુચના આપવમાં આવી છે જેને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટ્રાફિક પીએસઆઈ એસ.એફ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ખામી યુક્ત વાહનો જેમાં કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે આ સિવાય જે પણ ખામી યુક્ત વાહનો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે. હાલમાં અમારી ટીમ દ્વારા જે ખામી યુક્ત વાહનો છે તેમના વિરુય્દ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

બ્લેક ફિલ્મના 500 રૂપિયા દંડ છે, અને નંબર પ્લેટ તૂટેલા વાહનોમાં ટુ વ્હીલર હોય તો 300 રૂપિયા અને ફોરવ્હીલર વાહનો હોય તો 500 રૂપિયા અને મોટા વાહનો હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસુલવાની કાર્યવાહી કરવાની હોય છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ૩ વાહનો બે નંબર પ્લેટ વાળા અને અને એક કાળા કાચ વાળી ગાડીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. ખામી યુક્ત વાહનો હોય તેમના વિરુદ્ધ રોજેરોજ કાર્યવાહી કરવામાં આવે છે.