સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવવા સુરત પોલીસ એક્શનમાં, ડ્રોન કેમેરાથી ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોનું કોમ્બિંગ

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા દરેક પોલીસ મથકની અંદર કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી શરુ થઇ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 16 Jun 2026 03:31 PM (IST)Updated: Tue, 16 Jun 2026 03:31 PM (IST)
surat-police-launch-combing-operation-with-drone-cameras-to-maintain-law-and-order

Surat News: સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરતમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન રાત્રીના સમયે ક્રાઈમ બ્રાંચની ટીમો દ્બારા ઉધના વિસ્તારમાં કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા દરેક પોલીસ મથકની અંદર કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી શરુ થઇ છે. ગત રાત્રિના સમયે ક્રાઈમ બ્રાંચની ટીમોએ ઉધના વિસ્તારમાં કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ પણ આ કોમ્બિંગમાં જોડાયા હતા. પોલીસે કોમ્બિંગ દરમ્યાન ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો હતો આ ઉપરાંત વાહન ચેકિંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

naidunia_image

ક્રાઈમ બ્રાંચના આ કોમ્બિંગ દરમ્યાન મોટી સફળતા હાથ લાગી હતી. સચિન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ રહેલો આરોપી પણ ઝડપાઈ ગયો હતો. મોડી રાત્રે જ્યારે સામાન્ય નાગરિકો ઊંઘતા હતા, ત્યારે ખાખી વર્દીધારી જવાનોએ ગલીએ-ગલીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ડ્રોન થકી સમગ્ર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ટ્રેક કરવામાં આવી રહી હતી જેથી કોઈ પણ ગુનેગાર અંધારાનો લાભ લઈને ભાગી ન શકે. આ આકસ્મિક દરોડા અને ચેકિંગના કારણે સ્થાનિક અસામાજિક તત્વો અને લુખ્ખાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

naidunia_image

બીજી તરફ શહેરના ઝોન 1માં સમાવિષ્ટ અશ્વિની કુમાર, વરાછા અને પુણા વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અસરકારક કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્બિંગની કાર્યવાહી દરમ્યાન પોલીસે વાહન ચેકિંગ, રાજ્ય બહારથી આવતા વાહનો ચેક કર્યા હતા.

naidunia_image

નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા, એમસીઆર કાર્ડ ઈસમો હાજર છે કે કેમ તે ચેક કરવામાં આવ્યું હતું, પ્રોહીબીશનના કેસો કરવામાં આવ્યા હતા તેમજ હોટલ, ગેસ્ટ હાઉસ, પાનના ગલ્લાઓ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન એનડીપીએસનો પણ એક કેસ કરવામાં આવ્યો હતો.