સુરતમાં પાર્કિંગમાંથી ટુવ્હીલર અને વાહનોમાંથી મોબાઈલ ચોરી કરતો ઇસમ ઝડપાયો, 4 ગુના ભેદ ઉકેલાયા

પોલીસ તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુના તેમજ હજીરા અને ડુમસ પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુના મળી કુલ 4 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 22 Nov 2026 01:29 PM (IST)Updated: Sun, 22 Nov 2026 01:29 PM (IST)
surat-police-arrest-man-in-bike-and-mobile-phone-theft-cases

Surat News: સુરતમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરીની બે બાઈક તથા બે મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં કુલ 4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે, આરોપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગમાં રહેલી ટુવ્હીલર વાહનો ચોરી કરવાની તથા ટુવ્હીલર વાહનની ડીકીના લોક ખોલી ડીકીમાં રહેલા મોબાઈલ ફોન ચોરી કરી લેતો હતો.

એક બાઈક, એક મોપેડ તેમજ બે મોબાઈલ ફોન જપ્ત

મળતી માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી સાવરદાસ કિશનદાસ સ્વામીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલો આરોપી મૂળ રાજસ્થાનના ચરુ જિલ્લાનો વતની છે અને સુરતમાં તે સ્ટેશન પાસે ફૂટપથ પર રહે છે. પોલીસે તેની પાસેથી એક બાઈક, એક મોપેડ તેમજ બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.

પોલીસ પૂછપરછમાં આ સ્થળોએથી ચોરીની કરી કબુલાત

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે ઘણા સમયથી પૈસાની તંગી અને પોતાના મોજશોખ માટે વીસેક દિવસ પહેલા ખટોદરા વિસ્તારમાં આવેલા ચેતક શો રૂમ પાર્કિગમાંથી મોપેડની ચોરી કરી હતી તેમજ એક બે દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલ પાસેથી બાઈકની ચોરી કરી હતી આ ઉપરાંત એક મોબાઈલ ફોન તેણે પાંચેક દિવસ પહેલા સુવાલી બીચ ખાતે પાર્કિંગ રહેલી બાઈકની ડીકી માંથી ચોરી કર્યો હતો તેમજ અન્ય એક મોબાઈલ ફોન તેણે ત્રણેક દિવસ પહેલા ડુમસ સી ફેસિંગના પાર્કિંગમાં રહેલી ટુવ્હીલરની ડેકીમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી

પોલીસ તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુના તેમજ હજીરા અને ડુમસ પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુના મળી કુલ 4 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વધુમાં આરોપી બેકાર હોય અલગ અલગ જગ્યાએ પાર્કિંગમાં રહેલી ટુ વ્હીલર વાહનો ચોરી કરવાની તથા વાહનની ડીકીમાં રહેલા મોબાઈલ ફોન ચોરી કરવાની ટેવ વાળો હોવાનું પોલીસે જણાવ્યું હતું

આરોપી ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે અગાઉ તેની સામે પુણા, સલાબતપુરા અને પાંડેસરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે અને અગાઉ વર્ષ 2025માં પાંડેસરા પોલીસ મથકમાંથી તેને પાસા પણ કરવામાં આવ્યા હતા.