Surat News:મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન સ્નેચિંગ કરીને ફરાર થઇ જતા આરોપીને લસકાણા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં જુનાગઢ, કેશોદ, ઉત્રાણ અને લસકાણા પોલીસ મળી કુલ 4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. આરોપી હત્યાના ગુનામાં હાલમાં જામીન પર છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં લસકાણા પોલીસની ટીમે આરોપી વૃશાંત ઉર્ફે શ્યામ વિજયભાઈ લાલજીભાઈ ધનેશાને ઝડપી પાડ્યો હતો. પકડાયેલો આરોપી રાજકોટ 150 ફૂટ રીંગરોડ પાસે રહે છે. પોલીસ તપાસમાં જુનાગઢ, કેશોદ, ઉત્રાણ અને લસકાણા પોલીસ મળી કુલ 4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.
આ પણ વાંચો
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ખુલ્લા રસ્તામાંથી પસાર થતી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો અને પોતાની સ્પોર્ટ્સ બાઈક પર તેમની બાજુમાંથી હંકારી મહિલાએ ગળામાં પહેરેલી સોનાની ચેઈન સ્નેચિંગ કરીને ફરાર થઇ જતો હતો.વધુમાં આરોપી અમરેલી સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આરોપી છે અને તે ગુનામાં હાલમાં જામીન પર છે.
પોલીસે તેની પાસેથી લસકાણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં 1.50 લાખની 20-22 કેરેટની 15.100 ગ્રામ તોલાની સોનાની ચેઈન, કેશોદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ચેઈન સ્નેચીગ કરીને ઓગાળીને પોતાની પાસે રાખેલી 1.50 લાખની કિમંતની 20-22 કેરેટની 35.070 ગ્રામ સોનાની લગડી, ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ચેઈન સ્નેચીગ કરેલી 1.10 લાખની 20-22 કેરેટની આશરે 19.740 ગ્રામ સોનાની ચેઈન રીકવર કરી હતી.
ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે આરોપી સામે ૧૫ ગુના અગાઉ નોંધાયેલા છે. તેમજ અમરેલી સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આરોપી છે અને તે ગુનામાં હાલમાં જામીન પર છે. તેના જામીન પર રદ થવા માટે પણ રીપોર્ટ કરવામાં આવશે અને હાલ આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
