Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે. એન્ટી હ્યુમન ટ્રાફિકીગ યુનિટની ટીમે રેડ કરી એક સંચાલકને ઝડપી પાડ્યો હતો. જયારે બેને વોન્ટેડ જાહેર કર્યા હતા, પોલીસે રેડ દરમ્યાન બે મહિલાઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી હતી
છ મહિનાથી ધમધમતા કુટણખાના પર રેડ
મળતી માહિતી મુજબ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પાંડેસરા દક્ષેશ્વર નગર ગુ.હા. બોર્ડ પાસે રૂમમાં ચાલતા દેહવ્યાપાર પર રેડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી સંચાલક બાબુ મકસદ મંડળ તથા રાજુ બંગાલી, અજ્જુ તેમજ અલાબીન એકબીજાની મદદગારીથી અહી બે મહિલાઓને રૂમમાં રાખીને કૂટણખાનું ચલાવતા હતા.
બે મહિલાઓને મુક્ત કરાવી
તેઓ ગ્રાહક પાસેથી 1 હજાર રૂપિયા લઈને મહિલાઓને 300 રૂપિયા આપતા. જ્યારે કમિશન પેટે અલામીનને રુ. 100 તેમજ રુ. 600, રાજુ બંગાળી અને અજ્જુ નામના સંચાલકો બંને પોતાનું કમીશન કાઢી લેતા હતા. પોલીસે રેડ દરમ્યાન રૂમમાંથી 1 હજાર રોકડા, મોબાઈલ મળી કુલ 8 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો અને ત્યાંથી બે મહિલાઓને દેહવ્યાપારની બદીમાંથી મુક્ત કરાવી હતી.
પોલીસે સંચાલકને ઝડપી પાડ્યો
આ ઘટનામાં પોલીસે સંચાલક બાબુલ ઉર્ફે બબલુ મકસદ મંડળને ઝડપી પાડ્યો હતો, જયારે રાજુ બંગાલી, અલાબીન અને અજ્જુને વોન્ટેડ જાહેર કર્યા છે. આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ પાંડેસરા પોલીસને સોપવામાં આવી છે.
