ગાંધી જયંતી પર સુરતમાં AAPનું પ્રદર્શન: બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ

સુરતમાં ગાંધી જયંતી પર આમ આદમી પાર્ટી દ્વારા બાપુની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની ઉગ્ર માગ કરાઈ હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 02 Oct 2026 03:43 PM (IST)Updated: Fri, 02 Oct 2026 03:43 PM (IST)
surat-aap-protest-gandhi-jayanti-demand-chief-election-commissioner-resignation

Surat News: ગાંધી જયંતીના પવિત્ર દિવસે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી, વંદન કરીને ચૂંટણી પંચના મુખ્ય વડા જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી.

ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કોર્પોરેટર અને શહેરના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા AAP નેતા ધર્મેશ ભંડેરી સહિત કાર્યકર્તાઓએ દેશના ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી કરી હતી.

ગાંધી જયંતિ પર કરી પ્રાર્થના

ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, દેશના 90 ટકાથી વધુ રાજકીય પક્ષો, વડાઓ અને નાગરિકો તેમના પદ પરથી રાજીનામાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત મહાત્મા ગાંધીજીના જન્મદિવસે દેશના બંધારણને અખંડ અને ચૂંટણી પંચ પ્રત્યે લોકોની આસ્થા પુનસ્થાપિત કરવા અંગેની 'આપ' પાર્ટીએ પ્રાર્થના કરી હતી.

સરકાર સમક્ષ કરી અપીલ

આપ નેતા ધર્મેશ ભંડેરીએ સરકારને અપીલ કરી કે, મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી જ્ઞાનેશકુમારનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે. તેમજ આપ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.