Surat News: સુરતના પાંડેસરામાં આવેલા એક જવેલર્સમાં ચોરીની ઘટના બની છે. રાત્રિ દરમ્યાન તસ્કરો દુકાનની ઉપર આવેલું પતરું તોડીને દુકાનમાં પ્રવેશ ર્ક્યો હતો અને ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે. દુકાન માલિકના જણાવ્યા અનુસાર 30 લાખની આસપાસ ચોરી થઈ છે.
આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ જ દુકાનમાં તસ્કરોએ અગાઉ પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયા ન હતા. પરંતુ આ વખતે તસ્કરો ચોરી કરવામાં સફળ થયા છે.

જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના
મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા બમરોલી મેઇન રોડ પર શ્રી કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. રાત્રી દરમ્યાન તસ્કરોએ જવેલર્સની આ દુકાનને નિશાન બનાવી હતી. દુકાનની ઉપર આવેલું પતરું તોડીને તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે દુકાન માલિકને ચોરીની જાણ થતા જ તેઓ ચોકી ઉઠ્યા હતા અને આ મામલે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દુકાન માલિકના જણાવ્યા અનુસાર દુકાનમાંથી અંદાજિત 30 લાખની ચોરી થઈ છે.

ચોરી મામલે પોલીસે તપાસ શરુ કરી
ઉલ્લેખનીય છે કે, દુકાન માલિકના જણાવ્યા અનુસાર અગાઉ પણ તસ્કરોએ આ જ દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સફળ થયા ન હતા. પરંતુ આ વખતે તસ્કરો જવેલર્સની આ દુકાનમાં હાથફેરો કરવામાં સફળ રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. દુકાન માલિક મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે, દુકાનની ઉપરનું પતરું કાપીને દુકાનમાં ચોરી કરવામાં આવી છે, ચાંદીના દાગીના અને ગ્રાહકો દ્વારા ગીરવે મૂકવામાં આવેલા દાગીના સહિતની ચોરી થઈ છે.

6 મહિના અગાઉ ચોરીનો પ્રયાસ
વધુમાં તેમણે જણાવ્યું કે, 6 મહિના અગાઉ પણ દુકાનમાં ચોરીની કોશિશ કરવામાં આવી હતી. તેમજ વર્ષ 2024માં પણ શટર તોડવાની કોશિશ કરવામાં આવી હતી. આ વખતે ત્રીજી વારમાં ચોરી થઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે, અગાઉ જ્યારે ચોરીની કોશિશ થઈ હતી, તે વખતે પોલીસ ફરિયાદ કરાઈ હતી પણ ફરિયાદ લેવામાં આવી ન હતી, દુકાન માલિકના અનુસાર અંદાજિત 30 લાખની આસપાસ ચોરી થઈ છે.
