સુરત NH 48 પર ગાઢ ધુમ્મસના કારણે બે બસ વચ્ચે ભયાનક અકસ્માત: પોલીસની વાહનચાલકોને ખાસ અપીલ

સુરતમાં કોસંબા નજીક NH-48 પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે બે લક્ઝરી બસનો ભયાનક અકસ્માત થયો. જાનહાનિ ટળી, પણ પોલીસે વાહનચાલકો માટે ખાસ સૂચના જારી કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 24 Sep 2026 11:41 AM (IST)Updated: Thu, 24 Sep 2026 11:41 AM (IST)
surat-nh-48-bus-accident-dense-fog-police-guidelines

Surat Bus Accident: સુરત જિલ્લામાં કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે અકસ્માતની ઘટના સામે આવી હતી. ગાઢ ધુમ્મસને કારણે એક લક્ઝરી બસ પાછળ બીજી લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ એક બસનો આગળના ભાગને મોટું નુકસાન પહોચ્યું હતું.

ગાઢ ધુમ્મસમાં બે બસોની ટક્કર

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં આજે ગાઢ ધુમ્મસના કારણે બે લકઝરી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર-48 એક બસની પાછળ બીજી બસ ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ,પાછળથી અથડાયેલી બસનો આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી

પોલીસની વાહનચાલકો માટે અપીલ

અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી સર્જાઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતા જિલ્લા ટ્રાફિક પોલીસ, હાઇવે ઓથોરિટીની ક્રેન અને રેસ્ક્યુ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે કસ્માતગ્રસ્ત બંને વાહનોને હાઇવેની સાઈડમાં ખસેડીને વાહનવ્યવહાર ફરીથી ચાલુ કરાવવાની કામગીરી શરૂ કરી હતી. વહેલી સવારના ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખીને સાવચેતીથી વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.