Surat: જહાંગીરપુરામાં અર્ધનગ્ન અવસ્થામાં યુવકે ધમાલ મચાવી, સમજાવવા ગયેલી પોલીસના હાથમાંથી દંડો છીનવી તેમના પર જ ઉગામ્યો

સતત લવારી કરનારા અસ્થિર મગજના યુવકને કામરેજ સ્થિત માનવ મંદિર આશ્રમ ખાતે મૂકી દેવામાં આવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 Nov 2024 04:31 PM (IST)Updated: Wed, 13 Nov 2024 04:31 PM (IST)
surat-news-youth-high-voltage-drama-at-jahangir-pura
HIGHLIGHTS
  • પોલીસે સૂઝબૂઝપૂર્વક સ્થાનિકોની મદદથી યુવકને પકડી પાડ્યો

Surat: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં અર્ધનગ્ન હાલતમાં એક યુવકે ભારે ધમાલ મચાવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા યુવક પાસે હાથમાં ચપ્પુ પણ જોવા મળ્યું હતું. તેમજ યુવકે પોલીસ કર્મચારી પાસેથી દંડો છીનવી પોલીસ કર્મચારીઓને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે પોલીસે સુઝબુઝથી યુવકને પકડી લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના જહાંગીરપુરા સારોલી બ્રિજ પાસે અર્ઘ નગ્ન હાલતમાં એક યુવકે ભારે હંગામો મચાવ્યો હતો. આ અંગેની જાણ થતા જહાંગીરપુરા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે યુવકને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ યુવક સમજ્યો નહતો. તેમજ યુવકે પોલીસના હાથમાંથી દંડો પણ ઝૂંટવી લીધો હતો અને પોલીસને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. યુવક સતત લવારા કરતો હતો તેમજ પોલીસ કર્મચારીઓ પણ તેને સતત સમજાવવાનો પ્રયાસ કરતા હતા.

યુવકને પોલીસ કર્મચારીઓ દ્વારા વારંવાર સમજાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસ નજીક જતાની સાથે દંડા વડે પોલીસ ઉપર જ હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. જો કે આખરે ભારે જહેમત બાદ પોલીસે સુઝબૂઝ વાપરીને સ્થાનિકોની મદદથી યુવકને પકડી લીધો હતો. યુવકને પકડીને પોલીસ મથકે લઇ જવાયો હતો જ્યાં તે અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લાવ્યા બાદ કામરેજ ખાતે માનવ મંદિર આશ્રમ ખાતે મૂકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.