Surat News: સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા icici બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના એટીએમમાં લાગેલા સિસિટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. દરમિયાન પોલીસે 19 વર્ષીય યુવક અને એક સગીરને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 19 વર્ષીય યુવક ફ્રી ફાયર ગેમમાં 14000 રૂપિયા હારી ગયો હતો. જેને લઈને તે યુ ટ્યુબ પર વીડિયો જોઈને એટીએમમાં ચોરી કરવા પહોંચ્યા હતા અને પોલીસમાં પકડાઈ ન જાય તે માટે ઘર નજીક એક બાઈકની પણ ચોરી કરી હતી.
મળતી માહિતી મુજબ સુરતના ગોપીપુરા વિસ્તારમાં હનુમાન ચાર રસ્તા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગત 1 જન્યુઆરીના રોજ રાત્રીના સમયે બે ઈસમો એટીએમમાં પ્રવેશ્યા હતા અને બેગમાંથી કોઈ સાધન કાઢીને નાણા રાખવાના વોલ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો.
વોલ્ટ ના ખુલતા બીજાએ હથોડાથી વોલ્ટને ખોલવાની કોશિશ કરી હતી અનેક મથામણો પછી પણ સફળ ના રહેતા સીસીટીવી કેમેરા તોડી ત્યાંથી ફરાર થઇ ગયા હતા આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે 19 વર્ષીય યુવક અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યો હતો. 19 વર્ષીય યુવક આઈટીઆઈમાં વાયરમેનનો કોર્સ કરે છે જયારે સગીર ધો.11માં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 19 વર્ષનો યુવક મોબાઈલમાં ફ્રી ફાયર ગેમમાં 14 હજાર રૂપિયા હારી ગયો હતો અને આ રૂપિયા તેણે તેની માતાના ગુગલ પેમાંથી ટ્રાન્સફર કર્યા હતા અને માતાને આ અંગે ખબર ના પડે એટલા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને યુ ટ્યુબ પર વિડીયો જોયા બાદ એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો અને આ માટે તેઓએ અઠવા વિસ્તારમાંથી એક બાઈકની પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું
એસીપી વી આર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ગત 1 જાન્યુઆરી 2025ના રોજ રાત્રીના સમયે ગોપીપુરા હનુમાન ચાર રસ્તા પાસે આવેલા આઇસીઆઈસીઆઇ બેંકના એટીએમ તોડવાનો પ્રયત્ન થયો હતો જે અનુસંધાને બેંકના ઑફિસરો દ્વારા અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને અઠવા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ ગુનાની તપાસ દરમ્યાન અઠવા લાઇન્સ પોલીસ દ્વારા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં એક 19 વર્ષનો છે જ્યારે બીજો સગીર છે.
જે 19 વર્ષનો યુવક છે તેની પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં 14 હજાર રૂપિયા હારી ગયો હતો અને તે રૂપિયા તેણે માતાના ગૂગલ પે ના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યા હતા અને તે 14 હજાર રૂપિયા એકાઉન્ટમાંથી ગયા છે તેવી તેની માતાને ખબર ન પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
યુ-ટ્યૂબ પર કેવી રીતે એટીએમ તોડવું તે શીખ્યા હતા અને પોતે પકડાઈ ના જાય તેની તકેદારીના ભાગરૂપે તેમની બાજુમાંથી જ બાઈકની ચોરી પણ કરી હતી અને એટીએમ તોડવા માટે ગયા હતા પરંતુ એટીએમ નહીં તૂટતા તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને બાઈક ચોરી અંગેનો પણ બીજો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 19 વર્ષનો જે યુવક છે તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
