સુરતમાં મોર્ડન લાઈફસ્ટાઈલના નામે પતિનું 'વાઈફ સ્વેપિંગ' માટે દબાણ, પત્નીએ ફરિયાદ કરતાં જેઠાણી બોલી- 'આજના જમાનામાં આવું સામાન્ય'

પતિના અન્ય યુવતીઓ સાથે અનૈતિક સબંધોના વીડિયો પત્નીના હાથમાં આવી જતાં ઘરમાં ઝઘડા થવા લાગ્યા, ત્યારે પતિએ વાઈફ સ્વેપિંગની ઑફર આપતા પત્ની ડઘાઈ ગઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 12 Sep 2026 07:15 PM (IST)Updated: Sat, 12 Sep 2026 07:15 PM (IST)
surat-news-wife-swapping-demand-in-utran-highprofile-society-sparks-legal-action
rajkot-love-jihad-rape-victim-skt-1784116764197.jpg

Surat News: આજથી ત્રણેક મહિના પૂર્વે મેટ્રિમોનિયલ સાઈટ પરથી લગ્ન કરીને સુરત આવેલી રાજકોટની પરિણીતાએ 'વાઈફ સ્વેપિંગ' (પત્નીની અદલાબદલી) આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો હતો, ત્યારે હવે આવો જ વધુ એક કિસ્સો સુરતના કતારગામ પોલીસના ચોપડે નોંધાયો છે. જેમાં પત્નીએ 'વાઈફ સ્વેપિંગ' માટે દબાણ કરનારા પોતાના પતિ સહિત પરિવારના 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લફરેબાજ પતિએ 'વાઈફ સ્વેપિંગ'ની ઑફર આપતા પત્ની સ્તબ્ધ

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીના 2018માં ઉત્રાણ વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. આ લગ્નજીવન થકી યુવતીને 4 વર્ષનો પુત્ર પણ છે.

જો કે યુવતીના પતિને અન્ય પાંચથી છ યુવતીઓ સાથે અનૈતિક સબંધો હતા. જેના કેટલાક વીડિયો પણ પરિણીતાના હાથમાં આવી જતાં ઘરમાં ઝઘડા થવા લાગ્યા હતા. પત્નીએ ફરિયાદ કરતા પતિએ લાજવાના બદલે તેને જ વાઈફ સ્વેપિંગની ઑફર આપતાં પરિણીતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આધુનિક સમયમાં આવી પાર્ટીઓ કૉમનઃ દેરાણી

પરિણીતાએ પતિની વાઈફ સ્વેપિંગની ઑફરનો વિરોધ કરતાં તેને ફટકારવામાં આવી હતી. આ બાબતે પરિણીતાએ પોતાના સાસુ-સસરા અને દિયર-દેરાણીને પણ ફરિયાદ કરી હતી. જો કે આ સમયે દેરાણીએ પણ પોતાના જેઠનું ઉપરાણું લઈને આધુનિક સમયમાં આવી પાર્ટીઓ કોમન હોવાનું જણાવતા પરિણીતાની હાલત કફોડી બની હતી.

બીજી તરફ સબંધોની ગરીમાને લજવતા લાંછનરૂપ સબંધોને લઈને સવાલો ઉઠાવતા પરીણીતાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આખરે દોઢ વર્ષ ચૂપ રહ્યા બાદ પરીણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકે પહોચીને પતિ સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.