Surat: પહેલગામ આતંકવાદી હુમલાનો સુરતમાં વિરોધ, ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ એસોસિએશન દ્વારા બંધ પળાયો

સરકારના પગલા પુરતા નથી. અમે દિલ્હી જઈને PM મોદીને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું સિમ્બોલિક તરીકે આપવા માંગીએ છીએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 30 Apr 2025 04:43 PM (IST)Updated: Wed, 30 Apr 2025 04:43 PM (IST)
surat-news-wholesale-traders-called-bandh-due-to-pahalgam-terror-attack
HIGHLIGHTS
  • 450 જેટલા ખાદ્યતેલ અને અનાજના હૉલસેલના વેપારીઓએ દુકાનો બંધ રાખી

Surat: કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો તેના વિરોધમાં સુરત શહેરમાં ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ એસોસિએશન દ્વારા આજે બંધ પાળીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો આ ઘટનાને લઈને દેશભરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં આતંકવાદી હુમલાના આ ઘટનાના વિરોધમાં ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ એસોસિએશન દ્વારા આજે એક દિવસ માટે બંધ પાળીને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી તેમજ સરકાર વધારે કડક પગલા લે તેવી માંગ કરવામાં આવી હતી

પ્રમુખ રૂપેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર સુરતના 450 જેટલા વેપારી જે ખાદ્યતેલ અને અનાજના હોલસેલ વેપારીઓ છે, તે લોકોએ આજે 30 તારીખે બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણ પણે બધી જ દુકાનોને બંધ રાખવામાં આવી છે.

આ બંધ પાળવા પાછળનું કારણ પહેલગામમાં જે નિર્દોષ લોકો પર હુમલો થયો છે અને મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ બંધ પાળ્યું છે, કારણ કે એક વ્યક્તિ જેના પરિવારમાંથી જાય ત્યારે એનો પરિવાર ભાંગી જાય છે એટલે એમના દુઃખમાં સામેલ થવા માટે શ્રદ્ધાંજલિ રૂપે અમે આજે આ બંધ રાખવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, સરકારે જે પગલા લીધા છે તે પગલા પુરતા નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે. અમે સરકારના આ પગલાથી સંતુષ્ટ નથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, વધારે આક્રમક પગલા લેવામાં આવે. અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું સીમોબોલીક રીતે આપવા માંગીએ છીએ, જે અમે દિલ્હી ખાતે રૂબરૂ એમને આપવાના છીએ. અમારો હેતુ એટલો જ છે કે પાણી એવી રીતે બંધ કરો કે ભવિષ્યમાં આ રીતે દેશ પર હુમલો ના થઇ શકે, અમે વિનંતી પત્ર મોદી સાહેબને આપવાના છીએ.